દેશમાં 200 રૂપિયે વેચાતાં ટામેટાં જોઈને ગુજરાતના ખેડૂતો રાતા પાણીએ રોયા; સાંભળો ખેડૂતોની દર્દનાક વેદના
દેશમાં 200 રૂપિયે ટામેટાં વેચાતાં જોઈને ગુજરાતમાં ટામેટાંની ખેતી કરનારા ખેડૂતો રાતા પાણીએ રોયા છે. 20 કિલો ટામેટાંના ખેડૂતોને હાલ મળી રહ્યા છે માત્ર 30 રૂપિયા.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: એક સમયે દોઢસો થી બસો રૂપિયે એક કિલો વેચાતા ટામેટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેડૂતોને પ્રતિ કિલો ટામેટાના દોઢ થી બે રૂપિયા જ ભાવ મળી રહ્યા છે. 20 કિલો ટામેટાના ખેડૂતોને 30 રૂપિયા જ મળી રહ્યા છે. સાબરકાંઠાના ખેડૂતોએ ભાવમાં તેજી આવતા ખેડૂતોએ ટામેટાની ખેતી વધારી હતી. પરંતુ હવે જ્યારે એ ટામેટા તૈયાર થયા ત્યારે જ ભાવ સાવ ઓછા થઈ ગયા છે. ખેડૂતોને જે ભાવ મળે છે એનાથી તેમનો ખર્ચ પણ નિકળે એમ નથી. આ સ્થિતિમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન છે અને તેઓ ધિરાણ ભરી શકે એમ પણ નથી. ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવથી સ્થાનિકો ખૂબ પરેશાન થયા હતા જોકે હવે ઉલટી ગંગા વહેતી હોય તેમ ટામેટાના ભાવ તળિયે જતા રહેતા ખેતી કરતા ખેડૂતો માટે રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. જેમાં પ્રતિ એક કિલોનો ભાવ 1.50 રૂપિયો થઈ જતા ખેડૂતોને પારાવાર નુકશાન થઈ રહ્યુ છે. તાજેતરમાં ટામેટાના ભાવ ઉચકાતા ગૃહિણીઓને ભારે ભોગવવાનું થઈ હતું. તેમજ ઘરના બજેટ પણ ખોવાયા હતા. જ્યારે હવે ટામેટાના ભાવ ગગડી જતા ખેડૂતોના બજેટ ખોરવાઈ ગયા છે.
હાલમાં પ્રતિ 20 કિલોનો ભાવ રૂપિયા 30 જેટલો થઈ જતા રાતાપાણી રડવાનો વારો આવ્યો છે. હાલના તબક્કે વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ટામેટાના ભાવમાં એકાએક ઘટાડો સર્જાતા હાલમાં ટામેટાના ભાવ ગગડી ચૂક્યા છે. એક તરફ તાજેતરમાં આવેલી તેજી ના પગલે ખેડૂતોએ ટામેટાના ભાવ વધતા જોઈ નવીન શાકભાજીમાં પણ ટામેટાની ખેતી વધારી છે.
તો બીજી તરફ તૈયાર ટામેટાના ભાવ ગગડી જતા હવે ભારે નુકસાની સર્જાય છે. સામાન્ય રીતે ટામેટા ના ભાવ સમગ્ર વર્ષ દરમિયાન યથાવત રીતે જળવાઈ રહેતા હોવાના પગલે મોટાભાગના ખેડૂતો ચોક્કસ આવક મેળવવા માટે ટામેટાનો પાકની વાવણી કરતા હોય છે. બે મહિના પહેલા ટામેટાના ભાવ 200 થી 300 રૂપિયા કિલોએ પહોંચ્યા હતા. જ્યારે ખેડૂતોએ પોતાનો પાક તૈયાર કરી બજારમાં વેચવા જાય છે. ત્યારે 20 કિલોના 30થી 50 રૂપિયા ભાવ મળતા હોય છે એટલે કે એક રૂપિયાથી બે રૂપિયા સુધીના ભાવ કિલોનો ખેડૂતોએ મળતો હોય છે.
જોકે ક્યારેક ક્યારેક અચાનક માર્કેટમાં મંદી આવે તો તેમને ભારે નુકસાની થતી હોય છે. એ તરફ ટામેટાના પાકમાં વિવિધ રોગ સહિત મજૂરી કામ ખૂબ મોંઘુ પડતું હોય છે, ત્યારે પ્રતિ કિલોએ માત્ર એક રૂપિયાથી લઈ દોઢ રૂપિયા સુધીનો ભાવ બોલાઈ જતા ભારે નુકસાની ભોગવી રહ્યા છે. એક લાખ જેટલું ખર્ચ થતો હોય છેય ટામેટા પકવવા માટે તો જ્યારે ખેડૂત હિંમતનગર વિજાપુર ગાંધીનગર વેચવા જાય ત્યારે તળિયાના ભાવ મળતા ખેડૂતોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે મંડળીઓમાં તેમજ વ્યાજે લીધેલા ધિરાણ પણ ભરાઈ શકે તેમ નથી. આ વર્ષની વરસાદ સહિતની કુદરતી આફતને લઈને ખેતીમાં ભારે નુકસાન થવા મમી છે. ત્યારે ખેડૂત દેવાના સતત ડૂબી રહ્યું છે. જેના પગલે તંત્ર પાસે રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.
જોકે સામાન્ય રીતે ટામેટાની જરૂરિયાત પ્રત્યેક ઘરે સર્જાતી હોવાના પગલે તેના ભાવ યથાવત રૂપે ટકી રહેતા હોય છે. ત્યારે હાલના તબક્કે અચાનક ટામેટાના ભાવમાં ઇતિહાસમાં પ્રથમવાર ખૂબ મોટી તેજી આવ્યા બાદ અચાનક ટામેટાના ભાવ ગગડી જતા ખેડૂતો માટે ભારે પરેશાની સર્જાય છે. ત્યારે સ્થાનિક ખેડૂતો પોતાની વ્યથા રજૂ કરી રહ્યા છે.
જોકે ઇતિહાસમાં ક્યારેય ન આવ્યું હોય એવી તેજી ટામેટા પકવનારા ખેડૂતોએ જોઈ છે, ત્યારે અચાનક આજ સુધીના ઇતિહાસમાં ન આવી હોય તેટલી મંદી પણ હાલ જોઈ રહ્યા છે. ખેડૂતો પણ હવે ખેતી બંધ કરવાની વાત કરી રહ્યા છે અને જો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતું હોય ત્યારે સરકાર એક્શનમાં આવે છે તો ખેડૂતોનું બજેટ ખોરવાય છે ત્યારે સરકાર કેમ ચૂપ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે