વિધાનસભાની 18 સમિતિઓની જાહેરાત, પૂંજા વંશ જાહેર હિસાબ સમિતિના ચેરમેન નિમાયા

વિધાનસભાની 15 થી 17 વિવિધ સમિતિઓની આજે જાહેરાત થશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સત્તાવાર આ જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત થશે. બાંધકામ, પીએસી સહિતની નાણાકીય સમિતિઓના સભ્યોના નામ ડિકલેર કરાશે. સામાન્ય રીતે આ સમિતિઓના સભ્યોની ચૂંટણી થતી હોય છે, જોકે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અપાયેલી પેનલોને કારણે ચૂંટણી નહિ યોજાય. 

વિધાનસભાની 18 સમિતિઓની જાહેરાત, પૂંજા વંશ જાહેર હિસાબ સમિતિના ચેરમેન નિમાયા

હિતલ પારેખ/ગાંધીનગર :વિધાનસભાની 18 વિવિધ સમિતિઓની આજે જાહેરાત કરાઈ છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વિધાનસભાની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરાઈ છે. વિધાનસભાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂંકની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે કોંગ્રેસના પુંજાભાઈ વંશ નિયુક્ત કરવામાં આવ્યા છે. અંદાજપત્ર સમિતિના અધ્યક્ષ બાબુભાઈ બોખરીયા નિમણૂંક થઈ છે. સરકારની ખાતરી સમિતિમાં વલ્લભભાઈ કાકડીયા અધ્યક્ષ બન્યા છે. 

guj_vidhansabha_committee_z.gif

ચાર  નાણાકીય અને 14 બિન નાણાકીય સમિતિઓના સભ્યોની જાહેરાત કરાઈ છે. જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિ, જાહેર સાહસો સમિતિ સહિત 18 સમિતિઓની ચેરમેન સભ્યોના નામ જાહેર કરાયા છે. સામાન્ય રીતે આ સમિતિઓના સભ્યોની ચૂંટણી થતી હોય છે. ભાજપ અને કોંગ્રેસના સભ્યોને પ્રોરેટા મુજબ સ્થાન અપાય છે. પીએસીના ચેરમેન પદ વિપક્ષને અપાય છે. ગત વખતે ઉનાના ધારાસભ્ય પુંજા વંશને પીએસીના ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news