મહેસાણાનો આજે 665મો જન્મદિવસ : મેસાજી ચાવડાએ 7 નારિયેળનું તોરણ બાંધી સ્થાપના કરી હતી, સ્વસ્તિક આકારમાં શહેર વિકસાવ્યું

Today Mehsana Birthday : જ્યારે મેસાજી ચાવડાએ મહેસાણાનો વિકાસ કર્યો ત્યારે તે સ્વસ્તિક આકારમાં કર્યો હતો, જેથી પૂરા શહેરનો વિકાસ થાય. એવું માનવામાં આવે છે કે કર્કવૃત્તથી ઉત્તરે આ શહેર આવેલું હોવાના કારણે આ શહેર કર્કવૃત્તના ચુંબકીય પ્રભાવના કારણે મેહસાણા આગવું સ્થાન ધરાવે છે
 

મહેસાણાનો આજે 665મો જન્મદિવસ : મેસાજી ચાવડાએ 7 નારિયેળનું તોરણ બાંધી સ્થાપના કરી હતી, સ્વસ્તિક આકારમાં શહેર વિકસાવ્યું

તેજસ દવે/મહેસાણા: ઉત્તર ગુજરાતનું હાર્ટ કહેવાતા મહેસાણાનો આજે 665મો જન્મ દિવસ છે. મેસાજી ચાવડાએ વિક્રમ સવંત 1414 ભાદરવા સુદ દશમે તોરણ બાંધીને શહેરની સ્થાપના કરી હતી. તોરણવાળી માતાજીના સ્થાને મહેસાણાની સ્થાપના દિવસથી આજે પણ અખંડ જ્યોત જીવંત છે. ત્યારે આજે શહેરના 665 માં જન્મ દિવસે તોરણવાળી માતાજી મંદિરે યજ્ઞનું આયોજન કરાયું છે. 

આજથી 665 વર્ષ પહેલા મહેસાણાની સ્થાપના કરવામાં આવી હતી. પહેલાનું મહેસાણા અને આજનું મહેસાણામાં ઉત્તરોઉત્તર વિકાસ તો થઇ રહ્યો છે. સાથે રાજકારણથી લઇને દૂધ અને અન્ય વસ્તુઓમાં પણ મેહસાણા મોકરનું સ્થાન ધરાવે છે. ચાલો જાણીએ શું છે મહેસાણાનો ઇતિહાસ....

પુંજાજી ચાવડા પર ખુશ થયા હતા અલાઉદ્દીન ખીલજી
મહેસાણામાં આજથી 665 વર્ષ પહેલા મા જગદંબાની ભક્તિમાં મહેસાણા ગામનો પાયો નંખાયો હતો. મેસાજી ચાવડાએ વિક્રમ સવંત 1414 ભાદરવા સુદ દશમે 7 નારિયેળનું તોરણ બાંધીને મહેસાણાની સ્થાપના કરવામાં આવી હતી. જેથી આજે આ મંદિરને તોરણવાળી માતાના નામથી ઓળખવામાં આવે છે. મેસાજીએ વિક્રમ સંવત 1414ના ભાદ્રપદ સુદ દસમે આ તોરણ બાંધી શહેર વસાવ્યું હતું. મેસાજી ચાવડાના પિતાજી પુંજાજી ચાવડાની બહાદુરી પર ખુશ થઇને અલાઉદ્દીન ખીલજીએ 284 ગામ ભેટમાં આપ્યા હતા. તેથી પુંજાજી ચાવડાએ અંબાસણ ગાદી સ્થાપીને ત્રણ દીકરા પૈકી મેસજી ચાવડાને મહેસાણા તરફનો પટ્ટો આપ્યો હતો. મેસાજીએ મહેસાણા ગામનું તોરણ બાંધ્યું હતું. તેથી મેસાજીના નામ થકી મહેસાણા નામે આ ગામનું નામ નોંધાયું હતું.

બારોટ સમાજમાં તોરણવાળીને કુળદેવી સ્વરૂપે માને છે
મેસાજી ચાવડાએ વિક્રમ સંવત 1414ના ભાદ્રપદ સુદ 10ના રોજ તોરણવાળી માતાની સાક્ષીએ ‘તોરણ’ બાંધી મહેસાણા વસાવ્યું હતું. જેમાં બારોટ અને બ્રહ્મભટ્ટ જ્ઞાતિને મહેસાણાના વિકાસ માટે કાર્યભાર સંભાળવા આપ્યો હતો. ત્યારથી બારોટ સમાજમાં તોરણવાળીને કુળદેવી સ્વરૂપે માને છે. આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભાદરવા સુદ દસમે શહેરના સ્થાપના દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.

સ્વસ્તિક આકારમાં શહેરને ફેલાવ્યુ હતું 
જ્યારે મેસાજી ચાવડાએ મહેસાણાનો વિકાસ કર્યો ત્યારે તે સ્વસ્તિક આકારમાં કર્યો હતો, જેથી પૂરા શહેરનો વિકાસ થાય. મહેસાણાની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે જુના મહેસાણાનો કુલ ઘેરાવો 3 કિલોમીટરનો હતો અને કર્કવૃત્તની પશ્ચિમ દિશામાં આજે મહેસાણા એક અને બે એમ મહેસાણાનો વિકાસ ધીમે ધીમે વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કર્કવૃત્તથી ઉત્તરે આ શહેર આવેલું હોવાના કારણે આ શહેર કર્કવૃત્તના ચુંબકીય પ્રભાવના કારણે મેહસાણા આગવું સ્થાન ધરાવે છે.

મહેસાણા જિલ્લામાં ઘણા બધા ઐતિહાસિક સ્મારકો આવેલા છે. જેમાંનું સૌથી પ્રખ્યાત એવું મોઢેરાનું સૂર્ય મંદિર, બહુચરાજીવાળી મા બહુચર. મહેસાણા જિલ્લાની બોલી આખાય ગુજરાતમાં સૌથી આગવું સ્થાન ધરાવે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તો તમને મહેસાણાના રહેવાસી જરૂરથી મળશે. અને તે રાજકીય પણ હશે અને વ્યવસાયમાં પણ આગળ જાશે તેવું માનવામાં આજે પણ આવે છે. મહેસાણા શહેરના સ્થાપના દિવસ નિમિતે દર વર્ષે તોરણવાળી માતા મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news