Coronavirus: અમદાવાદીઓના માથે કોરોનાનો ખતરો, 376 નવા કેસ સાથે આંકડો 5804 પહોંચ્યો

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં દેશમાં બીજા ક્રમે છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા

Coronavirus: અમદાવાદીઓના માથે કોરોનાનો ખતરો, 376 નવા કેસ સાથે આંકડો 5804 પહોંચ્યો

હિતલ પારેખ, ગાંધીનગર: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં દેશમાં બીજા ક્રમે છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 376 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. જ્યારે 153 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 259 કેસ, આણંદમાં 01 કેસ, ભાવનગરમાં 21 કેસ, બનાસકાંઠામાં 03 કેસ, બોટાદમાં 03 કેસ, દાહોદમાં 06 કેસ, ગાંધીનગરમાં 07 કેસ, જામનગરમાં 03 કેસ, પંચમહાલમાં 07 કેસ, રાજકોટમાં 03 કેસ, સુરતમાં 20 કેસ, વડોદરામાં 35 કેસ, મહિસાગરમાં 03 કેસ, ખેડામાં 03 કેસ અને સાબરકાંઠામાં 02 કેસ પોઝિટિવ નોંધાયો છે.

જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે કોરોના વાયરસથી અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 5804 પર પહોંચ્યો છે. જેમાં 25 દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે 4265 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત 1195 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 319 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 84648 ટેસ્ટ કર્યા કરવામાં આવ્યા છે. જેમાંથી 5804 કેસ પોઝિટીવ આવ્યા છે અને 78844 કેસ નેગેટીવ આવ્યા છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 4076 પર પહોંચ્યો અને કુલ 234 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 385 કેસ નોંધાયા અને 27 લોકોના મોત થયા છે. સુરતમાં કુલ 706 કેસ નોંધાયા અને કુલ 31 લોકોના મોત થયા છે. રાજકોટમાં 61 કેસ નોંધાયા અને કુલ 1 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 77 કેસ, ભાવનગરમાં 74 કેસ, આણંદમાં 75 કેસ, ભરૂચમાં 27 કેસ, પાટણમાં 22 કેસ, પંચમહાલમાં 45 કેસ, બનાસકાંઠામાં 39 કેસ, નર્મદામાં 12 કેસ, છોટાઉદેપુરમાં 14 કેસ, કચ્છમાં 7 કેસ, મહેસાણામાં 32 કેસ, બોટાદમાં 33 કેસ, પોરબંદરમાં 3 કેસ, દાહોદમાં 13 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, ખેડામાં 12 કેસ, જામનગરમાં 4 કેસ, મોરબીમાં 1 કેસ, સાબરકાંઠામાં 5 કેસ, અરવલ્લીમાં 20 કેસ, મહીસાગરમાં 36 કેસ, તાપીમાં 2 કેસ, વલસાડમાં 6 કેસ, નવસારીમાં 8 કેસ, ડાંગમાં 2 કેસ, સુરનેદ્રનગરમાં 1 કેસ અને દેવભૂમિ દ્વારકામાં 3 નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો 5804 પર પહોંચ્યો છે.

આ સાથે જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ કરેલી રજૂઆતને સફળતા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં આવી સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને અનૂમતિ આપી છે અને વધુ 4 હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે.

બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપતા ત્યાં કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે. આ સપ્તાહમાં આવી મંજૂરી મળી જતાં રાજ્યની રાજ્યની વધુ 4 હોસ્પિટલો એસ.વી.પી. અમદાવાદ, જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ ગોત્રી-વડોદરા, ગવર્મેન્ટ મેડીકલ કોલેજ અને ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટની આ હોસ્પિટલોમાં પણ કોવિડ-19 પેશન્ટસ રજીસ્ટ્રેશન કરીને 4 જેટલી દવાઓના ટ્રાયલ ફોર ટ્રીટમેન્ટ –સોલીડારિટી ટ્રાયલ શરૂ કરી દેવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news