નાગરિકોની અગવડતા નિવારવા, તહેવારો દરમિયાન GSRTC દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

રાજ્યમાં હવે તહેવારો શરૂ થતા જ મુસાફરો માટે એસટી નિગમ દ્વારા મોટા ભાગના ધાર્મિક સ્થળો પર ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં તહેવારોની ભરમાર જોવા મળે છે તેવામાં લોકો બહાર ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર પરિવહન નિગમ દ્વારા 600 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. જેથી મુસાફરોને સરળતા રહે ઉપરાંત આવકમાં પણ વધારો કરી શકાય. 
નાગરિકોની અગવડતા નિવારવા, તહેવારો દરમિયાન GSRTC દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

ગાંધીનગર : રાજ્યમાં હવે તહેવારો શરૂ થતા જ મુસાફરો માટે એસટી નિગમ દ્વારા મોટા ભાગના ધાર્મિક સ્થળો પર ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં તહેવારોની ભરમાર જોવા મળે છે તેવામાં લોકો બહાર ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર પરિવહન નિગમ દ્વારા 600 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. જેથી મુસાફરોને સરળતા રહે ઉપરાંત આવકમાં પણ વધારો કરી શકાય. 

સામાન્ય રીતે રજાઓ અને તહેવારો દરમિયાન સોમનાથ, અંબાજી, પાવાગઢ, ડાકોર, ચોટીલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુસાફરો મોટા પ્રમાણમાં જાય છે.  જેના કારણે સ્પેરમાં રખાતી 10 ટકા બસ પૈકીની 600 જેટલી બસોને આ રૂટ પર એક્સ્ટ્રા મુકવામાં આવી છે. જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારોમાં આ બસોનું સંચાલન કરવામાં આવશે. હાલ રાજ્યમાં 6300થી પણ વધારે બસોનું સંચાલન થઇ રહ્યું છે. જેમાં આ સમય દરમિયાન 600 એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરવામાં આવશે. 

અત્રે નોંધનીય છે કે, રજાઓ દરમિયાન લોકો મોટા પ્રમાણમાં ફરવા માટે નિકળતા હોય છે. સોમનાથ, દ્વારકા, સ્ટેચ્યુઓફ યુનિટી, પાવાગઢ અને ડાકોર સહિતનાં અનેક સ્થલો પર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. જેના કારણે એસટી દ્વારા આ તહેવારો અને તેની આસપાસનાં દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેથી નાગરિકોની સુવિધામાં તો વધારો થાય જ સાથે સાથે એસટી કોર્પોરેશનની આવકમાં પણ વધારો કરી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news