દીવ ફક્ત પેલું કામ કરવા જતાં ગુજરાતીઓ ચેતી જજો! 31 ફર્સ્ટ પર પોલીસે કર્યું છે ખાસ આયોજન

થર્ટી ફસ્ટને લઈ સંઘ પ્રદેશ દિવ સાથે ગીર સોમનાથ જિલ્લાની બોર્ડરની ચેક પોસ્ટ ઉપર જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દિવ માંથી નવા વર્ષની ઉજવણી કરીને નીકળતા પીધેલા ઓનો નશો ઉતારવા જિલ્લા પોલીસ એ સઘન ચેકીંગ હાથ ધર્યુ છે.

દીવ ફક્ત પેલું કામ કરવા જતાં ગુજરાતીઓ ચેતી જજો! 31 ફર્સ્ટ પર પોલીસે કર્યું છે ખાસ આયોજન

રજની કોટેચા/ઉના: થર્ટી ફસ્ટને લઈ ગીર સોમનાથ જિલ્લાની સંઘપ્રદેશ દિવને જોડતી બોર્ડરની ચેક પોસ્ટો ઉપર જિલ્લા પોલીસએ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દિવસ રાત પોલીસ ચેકીંગ કરી રહી છે. જો 31 ફર્સ્ટ પર દીવ જતા હોય તો ચેતી જજો. ભૂતકાળમાં દિવમાં ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ ડ્રીંક કરીને નીકળી અકસ્માત સર્જતા પોલીસે ખાસ આયોજન કર્યુ. 

થર્ટી ફસ્ટને લઈ સંઘ પ્રદેશ દિવ સાથે ગીર સોમનાથ જિલ્લાની બોર્ડરની ચેક પોસ્ટ ઉપર જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દિવ માંથી નવા વર્ષની ઉજવણી કરીને નીકળતા પીધેલા ઓનો નશો ઉતારવા જિલ્લા પોલીસ એ સઘન ચેકીંગ હાથ ધર્યુ છે. જિલ્લાના સંઘપ્રદેશ દિવને જોડતા હાઈવે ઉપર ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરતા ચાલકો અકસ્માત સર્જે નહીં તે માટે માઉથ એલઝરથી સજ્જ થઈ પોલીસ સ્ટાફએ ચેકીંગ હાથ ધરવામાં આવશે. વર્ષ 2023 ને બાય બાય અને 2024 ના વર્ષને વેલકમ કરી આવકારવા માટે સંઘ પ્રદેશ દિવમાં થર્ટી ફસ્ટને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો થતો હોય છે. 

સહેલાણીઓ દિવમાં દારૂ, બિયરની હર્ષોઉલ્લાસથી મોજ માણતા હોય છે. એક તરફ પ્રવાસીઓ દિવમાં આવવાની તૈયારી કરી રહ્યા હોય તો બીજી તરફ ગીર સોમનાથ પોલીસે પણ તૈયારી કરી લીધી છે. કેમ કે, દિવથી ડ્રીંક (નશો) કરી ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં આવતા વાહન ચાલકો અકસ્માતો સર્જી રહ્યા છે એટલું જ નહીં ઘણી વખત વિદેશી દારૂની હેરાફેરી કરી દારૂ પણ ઘુસાડતા હોય જેને લઈ ગીર સોમનાથ જિલ્લાની પોલીસ સજ્જ બનીને દિવને જોડતા ઉના ના તડ ચેક પોસ્ટ અને માંડવી ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ તૈનાત કરી બાજ નજર રાખી રહી છે. 

દિવસ હોય કે રાત આ કડકડતી ઠંડીમાં ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલા તડ અને માંડવી ચેક પોસ્ટ પર પોલીસ સતત ચેકીંગ કરી રહી છે, કારણ કે તમારી સાથે કોઈ અકસ્માત ન સર્જાય. કારણ કે સંઘ પ્રદેશ દીવ નજીક હોવાના લીધે સામાન્ય દિવસો માં પણ ગીર સોમનાથ જિલ્લામાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસ નોંધાતા હોય છે તો અનેકવાર મોટા અકસ્માત પણ સર્જાય છે અને પાછલા એકાદ વર્ષ મજ ગીર સોમનાથ પોલીસ દ્વારા 250 જેટલા ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસ પણ નોંધ્યા છે.

ચાલુ વર્ષે આ પ્રકાર ની ઘટના ન બને અથવા ઓછાવંતે થાય તેના માટે ગીર સોમનાથ એસપી દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 14 જેટલી ચેક પોસ્ટ ગોઠવવા આવી છે અને આવતા જતા તમામ વાહનો નું ચેકીંગ કરવા માં આવશે જે 31 ફર્સ્ટ ની વહેલી સવાર કાર્યરત રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news