મહાઠગ વિરાજ પટેલનો કઈ રીતે ફૂટ્યો ભાંડો? મુંબઈની મોડેલ સાથે માણ્યું વારંવાર શરીરસુખ, ચોંકાવનારો ખુલાસો

પોલીસની પૂછપરછ દરમિયાન ભેજાબાજ વિરાજે કહ્યું હતું કે, હું ગાંધીનગર ગિફ્ટ સિટીનો પ્રેસિડેન્ટ છું અને મારી સાથેની મોડેલને ગિફ્ટ સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.

મહાઠગ વિરાજ પટેલનો કઈ રીતે ફૂટ્યો ભાંડો? મુંબઈની મોડેલ સાથે માણ્યું વારંવાર શરીરસુખ, ચોંકાવનારો ખુલાસો

હાર્દિક દિક્ષિત/વડોદરા: PMOના નામે રૂઆબ છાંટતા કિરણ પટેલની જેમ CMOના નામે રોફ ઝાડતા વધુ એક ઠગની પોલ ખૂલ્લી પડી છે. વડોદરા પોલીસે સમગ્ર મામલે ઝીણવપૂર્વક તપાસ કરતા આ ભેજાબાજે મુંબઈની એક મોડેલ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાનો પણ ચોકાવનારો ખુલાસો થયો છે.

મુંબઇની એક મોડેલ સાથે વડોદરાની એક હોટલમાં રોકાયેલો વિરાજ પટેલ ગઇરાતે મોડેલ સાથે ગોત્રીના નિલામ્બર સર્કલ પાસે આવેલા એક થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો, ત્યારે સીટ મામલે બોલાચાલી થઇ હતી. વિરાજે CMO માંથી આવું છું, ગિફ્ટ સિટીનો પ્રેસિડેન્ટ છું. તેમ કહી દમદાટી આપતાં કોઇએ પોલીસને જાણ કરી હતી. 

ગોત્રી પોલીસની ટીમએ થિયેટરમાં પહોંચી CMOમાં તપાસ કરી હતી. જે દરમિયાન આ નામની કોઇ પણ વ્યક્તિ ઓફિસમાં નહિં હોવાની અને ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ પણ નહિં હોવાની વિગતો ખૂલી હતી. જેથી ગોત્રી પોલીસે વિરાજ અશ્વિનભાઇ પટેલ(પૃથ્વી હોમ્સ, સત્યમેવ રોયલ્સપાસે, સરગાસણ, ગાંધીનગર) સામે બોગસ દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન ભેજાબાજ વિરાજે કહ્યું હતું કે, હું ગાંધીનગર ગિફ્ટ સિટીનો પ્રેસિડેન્ટ છું અને મારી સાથેની મોડેલને ગિફ્ટ સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. જેથી તેને ઉર્વશી સોલંકી અને તેના માણસો એમ્બેસેડર તરીકે ખસી જવાનું કહી ધમકી આપી રહ્યા છે. મોડેલના જાનને જોખમ હોવાથી અમે વડોદરામાં રોકાયા છીએ. વિરાજના આ પ્રકારના નિવેદન બાદ એક સમયે તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી, પરંતુ મુંબઈ ની મોડેલે વિરાજ પર દુષ્કર્મનો આરોપ લગાવતા વિરાજનો ખેલ ઊંધો પડી ગયો હતો. 

મુંબઈની મોડેલે પોલીસને જણાવ્યું હતું કે, વિરાજ પટેલ દ્વારા ગિફ્ટ સિટીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી ગોવા તેમજ વડોદરા માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ ફરિયાદ નહિ કરવા ધમકીઓ આપવામાં આવતી હતી, ત્યારે ગોત્રી પોલીસે મોડેલની ફરિયાદ બાદ નકલી CMO ઓફિસર વિરાજ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મનો પણ અલગ ગુનો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિરાજ દ્વારા વડોદરામાં પોતે CMO તેમજ ગિફ્ટ સિટીનો પ્રેસિડેન્ટ હોવાનો રોફ જમાવવામાં આવતો હતો તો સાથે જ નકલી ઓફિસર બની મુંબઈની એક યુવતીને પણ પોતાની હવસનો શિકાર બનાવી હતી. ત્યારે પોલીસ કમિશનરે વિરાજની કુંડળી મેળવવા સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો હુકમ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચ તેની કોલ્સ ડીટેલ મેળવી સંપર્કો અને અન્ય વિગતો મેળવશે. આ ઉપરાંત તેની સાથેની મોડેલની પણ પૂછપરછ કરી વિગતો મેળવશે. ત્યારબાદ તેની સામે બીજા ગુના પણ નોંધાઇ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news