અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત: ટ્રકની પાછળ બાઇક અને કાર ઘૂસી, ત્રણના મોત

નારોલ લાંભા રોડ પર મોડી રાત્રે ટ્રક, બાઇક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળના ભાગમાં એક એક્ટિવા ઘૂસી ગઇ હતી ત્યારબાદ પાઠળથી આવી રહેલી સ્વીફટ કાર પણ ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.

અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત: ટ્રકની પાછળ બાઇક અને કાર ઘૂસી, ત્રણના મોત

અમદાવાદ: શહેરના નારોલ લાંભા રોડ પર ટ્રક બાઇક અને સ્વીફટ કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નારોલ લાંભા રોડ પર મોડી રાત્રે ટ્રક, બાઇક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળના ભાગમાં એક એક્ટિવા ઘૂસી ગઇ હતી ત્યારબાદ પાઠળથી આવી રહેલી સ્વીફટ કાર પણ ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.  નારોલ-લાંભા રોડ પર અકસ્માતની ઘટનાના પગેલ લોકોના ટાળા ભેગા થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારે ઘટનાની જાણ થતા 108 સહીત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. 

આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે 108 દ્વારા ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો છે. ત્યારે અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, કે ડિવિઝન પોલીસ દ્વારા આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news