ઊંઝામાં મા ઉમિયાના દરબારમાં દાનની સરવાણી વહી! રાજકોટના માઈભક્તે અર્પણ કર્યું સોનાનું છત્ર
મહેસાણા ઊંઝા ઉમિયા માતાજીને સોનાનું છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટના એક ભક્ત દ્વારા આ છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. ૩,૩૩,૦૦૦ કરતાં વધુ કિંમતના સોનાનું છત્ર અર્પણ કરવામાં આવ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ભકતોની ભેટ સોગાદોની સરવાણી વહી રહી છે ત્યારે કેટલાક ભકતો દ્વારા માતાજીને રોકડ અને સોનાની ભેટ ચઢાવાય છે. ઊંઝા ઉમિયા માતાજી ધામ ખાતે માતાજીને ભેટ સોગાદો ચઢાવવા ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે મહેસાણા ઊંઝા ઉમિયા માતાજીને સોનાનું છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટના એક ભક્ત દ્વારા આ છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. ૩,૩૩,૦૦૦ કરતાં વધુ કિંમતના સોનાનું છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. પોતાની મનોકામના પૂર્ણ થતાં આજરોજ આ છત્ર અર્પણ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.
ઊંઝા ખાતે બિરાજમાન સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામતી હોય છે. રજત જયંતી મહોત્સવ બાદ માના મંદિરે માનવ મહેરામણ સતત ઉમટી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારના લાખો દર્શનાર્થીઓ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
કેટલાક દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ થતા માતાજીને સોનાના બીસ્કીટ, સોનાનું છત્ર, સાડીઓ માતાજીને અર્પણ કરી માના આશીર્વાદ મેળવતા હોય છે. નોંધનીય છે કે, શ્રી મા ઉમિયા એ આદ્યશક્તિ જગત જનની છે તથા કડવા પાટીદારોની કુળદેવી છે. મા ઉમિયાએ આદ્યશક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી તેના જ સ્વરૂપો છે. જગતમાં જ્યારે પણ આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું, ત્યારે યુગે યુગે મા મહાશક્તિ જુદા જુદા સ્વરૂપે પ્રગય થયા અને દેવી શક્તિઓનું રક્ષણ કર્યું.
શું છે મંદિરનો ઈતિહાસ?
ઊંઝા ઉમિયા માતાજી મંદિરના ઈતિહાસની વાત કરીએ તો ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહજીએ મા મંદિરનું નિર્માણ કરાવ્યું. રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો. વિ. સંવત 1122/24માં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, જેને વિ.સં. 1356ની આસપાસ અલાઉદ્દીન ખિલજીના સુબા ઉલુઘખાને વિધ્વંસ કર્યો. તે વખતે માતાજીની મૂર્તિ મોલ્લોતના મોટા માઢના ગોખમાં રાખવામાં આવી. હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષશાયી ભગવાનની જગ્યા છે ત્યાં તે મંદિર હતું. મોલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન છે. વિ.સંવત 1943 અથવા ઈ.સ. 1887માં કડવા પાટીદાર સમાજના ઘર ઘરમાંથી ફાળો ઉધરાવીને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.
હાલમાં જે મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં શ્રી રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ સવ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો હાલના મંદિરનું વાસ્તુપુજન 6 ફેબ્રુઆરી, 1887ના રોજ યોજાયું. જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો. ઈ.સ.1895માં માન સરોવર બંધાયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે