આ ટ્રેનો ડાયવર્ટ રૂટ ઉપર દોડશે તો ગાંધીનગર અને કલોલ રેલ્વે ક્રોસિંગ રહેશે બંધ

ઉત્તર પશ્ચિમ રેલ્વે (Railway) ના અજમેર મંડળના મદાર-મારવાડ સેક્શન પર બમણીકરણ કાર્યને કારણે અમદાવાદ-ગ્વાલિયર, ભુજ-બરેલી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા, ઓખા-દહેરાદૂન અને બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર સ્પેશિયલ ટ્રેનો ડાયવર્ટ રૂટથી ચાલશે.

આ ટ્રેનો ડાયવર્ટ રૂટ ઉપર દોડશે તો ગાંધીનગર અને કલોલ રેલ્વે ક્રોસિંગ રહેશે બંધ

અમદાવાદ: ઉત્તર પશ્ચિમ રેલ્વે (Railway) ના અજમેર મંડળના મદાર-મારવાડ સેક્શન પર બમણીકરણ કાર્યને કારણે અમદાવાદ-ગ્વાલિયર, ભુજ-બરેલી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા, ઓખા-દહેરાદૂન અને બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર સ્પેશિયલ ટ્રેનો ડાયવર્ટ રૂટથી ચાલશે. તો અમદાવાદ (Ahmedabad) ડિવિઝન પર કલોલ - આદરજ મોતી રેલખંડ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 06 કિમી 6 / 14-15 ઓવર હોલિંગના કાર્ય માટે 21 માર્ચ 2021 ના ​​રોજ સવારે 08:00 વાગ્યે થી 22 માર્ચ 2021 ના 20:00 વાગ્યે (02 દિવસ) સુધી બંધ રહેશે. માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન આદરજ મોતીન અને ગાંધીનગર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 07 કિમી.08 / 3-4 નો ઉપયોગ કરી શકે છે. 

અમદાવાદ (Ahmedabad) ડિવિઝન પર આદરજ મોતી-ગાંધીનગર (Gandhinagar) રેલખંડ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 07 કિમી 8 / 3-4 ઓવર હોલિંગના કાર્ય માટે 19 માર્ચ 2021 ના ​​રોજ સવારે 08:00 વાગ્યે થી 20 માર્ચ 2021 ના 20:00 વાગ્યે (02 દિવસ) સુધી બંધ રહેશે.  આ સમયગાળા દરમિયાન કલોલ અને આદરજ મોતીની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 06 કિમી.06 / 14-15 નો ઉપયોગ કરી શકે છે.

જેની વિગતો નીચે મુજબ છે: -

1.      ટ્રેન નંબર 02248 અમદાવાદ - ગ્વાલિયર સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

2.      ટ્રેન નંબર 04312 ભુજ - બરેલી સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

3.      ટ્રેન નંબર 04321 બરેલી - ભુજ સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

4.      ટ્રેન નંબર 09264 દિલ્હી સરાય રોહિલા - પોરબંદર સ્પેશિયલ તારીખ 18 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

5.      ટ્રેન નંબર 09269 પોરબંદર - મુઝફ્ફરપુર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ,  2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફૂલેરા થઈને ચાલશે.

6.      ટ્રેન નંબર 09565 ઓખા - દહેરાદૂન સ્પેશિયલ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેરતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

7.      ટ્રેન નંબર 09566 દેહરાદૂન - ઓખા સ્પેશિયલ તારીખ 21 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

8.      ટ્રેન નંબર 09707 બાંદ્રા ટર્મિનસ - શ્રીગંગાનગર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના ​​રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

9.      ટ્રેન નંબર 09708 શ્રીગંગાનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના ​​રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news