ગતિશિલ ગુજરાતની જય હો! દર્દીઓ સિવિલ પહોંચ્યા પણ સાહેબો ઘરે છે, રવિવાર નહીં શનિવાર છે

આયુષ્યમાન કાર્ડની ઓફિસમાં પણ સવારે સાડા નવ વાગ્યે તાળા જોવા મળ્યા. જુઓ ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં સામે આવેલી સોલા સિવિલની લાલિયાવાડીનો આ અહેવાલ.

ગતિશિલ ગુજરાતની જય હો! દર્દીઓ સિવિલ પહોંચ્યા પણ સાહેબો ઘરે છે, રવિવાર નહીં શનિવાર છે

ઝી બ્યુરો/અમદાવાદ: ગરીબો માટે સરકાર સરકારી હોસ્પિટલ ચલાવે છે, પ્રજાના પૈસાથી ડૉક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફને પગાર ચૂકવાય છે. પણ હોસ્પિટલમાં પોલ મારુ કર્મચારીઓને દર્દીઓને હેરાનગતિ થઈ રહી છે. અમદાવાદની સોલા સિવિલમાં ટાઈમસર નતો ડૉક્ટર પહોંચે છે નતો સિવિલના RMO.આયુષ્યમાન કાર્ડની ઓફિસમાં પણ સવારે સાડા નવ વાગ્યે તાળા જોવા મળ્યા. જુઓ ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં સામે આવેલી સોલા સિવિલની લાલિયાવાડીનો આ અહેવાલ.

  • નતો ડૉક્ટર્સ, નતો સિવિલના RMO
  • સવારે સાડા નવ વાગ્યે પણ ખુરશીઓ ખાલી
  • આયુષ્યમાનની ઓફિસમાં લટકતાં તાળા 
  • હોસ્પિટલમાં દર્દીઓ હેરાન, પણ તંત્ર મસ્ત 
  • ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં ખુલાસો

આ વરવી વાસ્તવિક્તા છે અમદાવાદની સોલા સિવિલની. ઝી 24 કલાકની ટીમે જ્યારે હોસ્પિટલમાં જઈને રિયાલિટી ચેક કર્યું તો આ હકિકત સામે આવી. દર્દીઓ વહેલી સવારથી જ લાઈનમાં છે પણ દર્દીઓની સારવાર કરે તેવા કોઈ ડૉક્ટર્સ નથી. દર્દીઓ લાઈનમાં હેરાન પરેશાન છે પણ તબીબો સવારની મીઠી નિંદર પોતાના ઘરમાં માણી રહ્યા છે. સમય સવારના 9 વાગ્યાનો થયો છે. દર્દીઓ દર્દથી તડપે છે પણ ડૉક્ટર સાહેબ એસીની ઠંડી હવા પોતાના પરિવાર સાથે ખાઈ રહ્યા છે. હા તેમની નોકરી સિવિલમાં શરૂ થઈ ગઈ છે.  OPD ચાલુ છે પણ બીચારા દર્દીઓ કરે તો શું કરે? એ જ ધરમધક્કા અને મોટી હેરાનગતિ. ગતિશિલ ગુજરાતની જય હો.

  • દર્દીઓની લાઈન
  • દર્દીઓ પરેશાન
  • હાજર નથી ડૉક્ટર્સ 
  • સ્ટાફ છે ગેરહાજર 
  • સિવિલમાં લાલિયાવાડી!
  • ક્યાં છે ડૉક્ટર સાહેબ?
  • આજે રવિવાર નહીં શનિવાર છે 
  • પોલ મારુ શનિવારે ક્યાં ગયા?

શનિવાર હોય ત્યારે સિવિલમાં હાફ ડે હોય છે. હાફ ડે એટલે અડધો દિવસ તો ડૉક્ટર સાહેબે હોસ્પિટલમાં આવવાનું જ અને દર્દીઓની તપાસ કરવાની પણ સોલા સિવિલના ડૉક્ટર્સે શનિવારને કદાચ રવિવાર સમજી લીધો હશે. એમને એમ કે, ક્યાં કોઈને ખબર પડવાની છે?, શનિવાર અને રવિવાર મારી લઈએ પોલ પણ ભણેલા-ગણેલા હોશિયાર ડૉક્ટર સાહેબને ક્યાં ખબર છે કે ઝી 24 કલાક હંમેશા લોકોની વ્હારે આવે છે. જો દર્દીઓ હેરાન થયા તો તમે પણ હેરાન થશો એ નક્કી. કેટલાક ડૉક્ટર્સ અને હોસ્પિટલનો સ્ટાફ શનિવારે રજાના મુડમાં જોવા મળ્યો. તો અમને એવું લાગ્યું કે ચાલો આ મામલે સિવિલના RMO પાસેથી ખુલાસો માંગીએ. તો અમે RMOની ઓફિસમાં પહોંચ્યા પણ અહીં જે દ્રશ્ય જોવા મળ્યું તો અચંબિત કરનારું હતું. સવારે 9 કલાક અને 25 મિનિટ RMOની ખુરશી પણ ખાલી હતી. RMO સાહેબ પણ નિંદર માણી રહ્યા હશે. અહીં પહેલી કહેવત ચરિતાર્થ થઈ કે, યત્ર રાજા તસ્ય પ્રજા.

  • સોલાની શું સામે આવી રિયાલિટી? 
  • ડૉક્ટર્સ અને હોસ્પિટલનો સ્ટાફ શનિવારે રજાના મુડમાં જોવા મળ્યો
  • ખુલાસો માંગવા RMOની ઓફિસમાં પહોંચ્યા, દ્રશ્ય અચંબિત કરનારું હતું
  • સવારે 9.25 વાગ્યે RMOની ખુરશી પણ ખાલી હતી

શનિવારે રજા હોય છે?

  • હોસ્પિટલમાં રજા હોય?
  • સોલા સિવિલની રિયાલિટી
  • ZEE 24 કલાકનું રિયાલિટી ચેક
  • RMOની ખુરશી ખાલી 

સોલા સિવિલના ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને RMO તો ગેરહાજર જોવા મળ્યા.આ બધી લાલિયાવાડી જોઈ અમારી પણ આંખો પહોંળી થઈ ગઈ. હવે અમે એ જગ્યાએ પહોંચ્યા જે ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ છે. અમે આયુષ્યમાન કાર્ડના કાઉન્ટર પાસે પહોંચ્યા. સમય સવારે 9 કલાક અને 35 મિનિટનો થયો હતો. અહીં પણ પોલમપોલ જ જોવા મળી. આયુષ્યમાન કાર્ડની ઓફિસમાં લાઈન અને પંખા ચાલુ હતા. પ્રજાના પૈસાથી વીજળીનો વેડફાટ થઈ રહ્યો હતો પણ અંદર એક પણ વ્યક્તિ હાજર નહતો. આયુષ્યમાનનો સ્ટાફ પણ પોલમારુ નીકળ્યો.

  • આયુષ્યમાન સેન્ટરમાં પોલંપોલ
  • આયુષ્યમાન સેન્ટર ખાલી
  • પંખા-લાઈટો ચાલુ
  • સ્ટાફ નથી હાજર 
  • વીજળીનો વેડફાટ
  • પોલમારુ સ્ટાફ ક્યાં છે?

હવે વિચારો જે રાજ્યનું સૌથી મોટું મહાનગર છે. જે સિવિલ રાજ્યમાં બીજા નંબરે સૌથી મોટી માનવામાં આવે છે. જો અહીં પણ આવી સ્થિતિ હોય તો પછી અંતરિયાળ ગામડા અને નાના શહેરમાં કેવી દશા હશે?. મહાનગરોમાં પણ પોલમારુ સરકારી સ્ટાફ હોય તો ગામડાઓમાં તો કલ્પના પણ ન કરી શકાય ને?. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી તમારા વિભાગમાં ચાલતી આ લાલિયાવાડીને સુધારો. નહીં તો જનતા હિસાબ તમારી પાસેથી જ માંગશે. તમારે પણ જનતા પાસે મત લેવા તો જવાનું જ છેને?. યાદ રાખજો પઈ પઈનો હિસાબ જનતા વ્યાજ સાથે ચુકવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news