શહેર પોલીસ કમિશનરનો આ માનવીય અભિગમ એક પિતાને આખી જિંદગી રહેશે યાદ, જાણો એવું તો શું થયું
પોલીસ કમિશનરને એક ડોકટરનો ફોન આવ્યો હતો અને ખુબ જ લાગણી સભર શબ્દોમાં એક ડોક્ટર પિતા પોતાના દીકરા માટે ભલામણ કરી રહ્યા હતા. ડોકટર એકંદરે સમાન્ય પરિચયમાં હતા પોલીસ કમિશનરના. જેથી ડોકટરે સંકોચ રાખ્યા વગર પોતાની માંગણીનો પ્રસ્તાવ મુક્યો
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: સામન્ય માણસના મનમાં પોલીસ વિભાગ માટેની એક ચોક્કસ છબી પથરાયેલી હોય છે અને તેની પાછળના પણ ચોક્કસ કારણો છે. પરંતુ જરૂરી નથી કે તમામ વખતે એ ચોક્કસ કારણોના લીધે તમામ પોલીસ કર્મીઓને એક જ નજરે જોવામાં આવે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કે જેમણે એક શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત યુવાનને નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ જોવડાવવા માટે થઈને તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપી. સમાન્ય રીતે VVIP વ્યવસ્થા નેતાઓ અને અધિકારીઓ જ ભોગવતા હોય છે પણ કેટલાક લાગણીસભર IPS અધિકારીઓની સહાનુભુતિ અને માણસાઈના કારણે સંપૂર્ણ પેરાલીસીસ યુવાનને પણ VVIP સુવિધા મળી શકે છે.
નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં ક્રિકેટ મેચ યોજાવવાની હતી. શહેર પોલીસના તમામ અધિકારીઓ કોઈને કોઈ કામમાં વ્યસ્ત હતા અને આખાય શહેરની જવાબદારી જેના સીરે હોય તેવા પોલીસ કમિશનરની ઊંઘ છેલ્લા કેટલાય દિવસોથી પૂરી થઇ નોહતી. કારણ કે, મેચના લીધે સ્ટેડીયમમાં ઘણાં નેતાઓ અને મહાનુભાવો આવવાના હતા. જેના પગલે શહેર પોલીસનો બંદોબસ્ત ખુબ જ મોટી સંખ્યામાં રાખવાનો હતો. જેથી કરીને શહેર પોલીસ કમિશનરની ઓફિસમાં પણ અધિકારીઓની અવર જવર રહેતી હતી. તેમાંય એક પછી એક અધિકારીઓ પણ શહેર પોલીસ કમિશનરની ચેમ્બરમાં અલગ અલગ ફાઈલો પર તેમની મંજુરી લેવા માટે આવતા જતા હતા.
આ વચ્ચે ગાંધીનગર ગૃહ વિભાગમાંથી પણ દર કલાકે ફોન આવતા હતા. કારણકે યુનિયન હોમ મીનીસ્ટર સહિતના ઘણાં નેતાઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આવવાના હતા. જેથી સુરક્ષા અને વ્યવસ્થામાં કોઈ કસર રહી જાય નહી, તેના માટેનું અપડેટ માંગવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત શહેર પોલીસ કમિશનરના પોતાના મોબાઈલ ફોનમાં પણ ઘણાં અધિકારીઓ કોઈને કોઈ કામ સારું તેઓને ફોન કરતા રહેતા હતા. આટલા વ્યસ્ત કામ કાજની વચ્ચે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના મોબાઈલ પર એક ફોન આવ્યો.
પોલીસ કમિશનરને એક ડોકટરનો ફોન આવ્યો હતો અને ખુબ જ લાગણી સભર શબ્દોમાં એક ડોક્ટર પિતા પોતાના દીકરા માટે ભલામણ કરી રહ્યા હતા. ડોકટર એકંદરે સમાન્ય પરિચયમાં હતા પોલીસ કમિશનરના. જેથી ડોકટરે સંકોચ રાખ્યા વગર પોતાની માંગણીનો પ્રસ્તાવ મુક્યો અને કહ્યું કે તેમનો દીકરો શરીરે સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત છે અને ગુજરાત ટાઈટન્સની મેચ જોવી છે પરંતુ આટલી ભીડ અને સ્ટેડીયમમાં ગાડી અંદર લઇ જવા નહી દે જેથી આપની મદ્દદની જરૂર છે. શાંત સ્વભાવના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પરિસ્થિતિની ગંભીરતા અને એક પિતાનો પ્રેમ અને મજબૂરી તરત જ સમજી ગયા અને બધી વાત સાંભળ્યા પછી સંજય શ્રીવાસ્તવ એટલું જ બોલ્યા કે શું મદદ જોઈએ છે.
તો ફોન પર રહેલા ડોકટરે કહ્યું કે પાર્કિંગ ખુબ જ દુર છે અને ચાલતા લઇ જઈ શકાશે નહિ, કેમકે ભીડ ખુબ જ હશે, જેથી તેમને પોતાની ગાડી સાથે બાળકને સ્ટેડીયમની અંદર સુધી લઈ જવા દેવામાં આવે, તેવી પરવાનગી આપવામાં આવે, તેટલી અપીલ ડોકટરે કરી અને સંજય શ્રીવાસ્તવ એટલું જ બોલ્યા કે તમામ વ્યવસ્થા થઇ જશે અને ફોન કટ કરી દીધો. ફોન પર રહેલા ડોકટરને એક સેકન્ડ માટે તો વિચાર આવી ગયો હતો કે તેમનું કામ નહી થાય. આ વિચાર ડોક્ટરના મનમાં ઘૂમરાયા કરતો હતો.
પરંતુ બીજી તરફ પોલીસ કમિશનરે તરત જ ઇન્ટરકોમ પરથી પોસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેકટરને કોલ કરીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને કહ્યું કે "ભટ્ટ યે નંબર પર કોલ કરો, "ઇનકા લડકા હૈ જો પૂરી તરાહ સે પેરાલીસીસ હૈ ઓર ઉસે મેચ દેખની હૈ આદેશાત્મ્ક સ્વરે પોલીસ કમિશનરે કહ્યું" કે તમામ સુવિધા હો જાની ચાહીએ. ત્યારે પીસીબી વિભાગના "પોલીસ ઇન્પેકટર તરલ ભટ્ટ પણ વાતની ગંભીરતા સમજી ગયા અને હાથ પાછળ ખેંચીને સેપ્લ્યુટ આપતા કહ્યું કે "જી સર" કહીને થોડા રોકાયા અને "વિશ્વાસ સાથે કહ્યું કે સર હો જાયેગા" અને આ બધુ જ કામ ગણતરીની મીનીટોમાં થઇ રહ્યું હતું.
હજી તો ડોક્ટર એ વિચારમાં હતા કે તેમના દીકરાને મેચ જોવા મળશે કે નહી. તે વિચાર મનમાં ફરી રહ્યો હતો. તેટલામાં તો ડોક્ટરના નંબર પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને ડોક્ટરની તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ અને ડોક્ટરને તેમના બાળકને લઈને ઇન્દિરાબ્રિજ પાસે આવવાનું કહી દીધું. બાદમાં તો પાયલોટીંગ સાથે બાળકને નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં VVIP બોક્ષમાં મેચ જોવાની વ્યસ્વ્થા કરી દેવામાં આવી અને આ સાથે જ એક પોલીસ કર્મીને બાળકની સાથે જ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈપણ તકલીફ કે જરૂરિયાત હોય તો ત્વરિત પૂરી થઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે