સમર્થકોમાં છવાઈ જવા નેતાઓની જીભચૂક કેટલી યોગ્ય કહેવાય, 3 દિગ્ગજો બોલવામાં ભૂલ્યા છે ભાન
Gujarat Elections 2022 : કાર્યકરો સામે શક્તિ પ્રદર્શનમાં હીરા સોલંકી ભાન ભૂલ્યા... વિરોધીઓને જોઈ લેવાની ચેતવણી સાથે શબ્દો પર અંકુશ ગુમાવ્યો... ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે આ હદે જવું જરૂરી છે?... મધુ શ્રીવાસ્તવે પણ અગાઉ શક્તિ પ્રદર્શનમાં હદ વટાવી હતી... ચૂંટણીના માહોલમાં શું ઉમેદવારોનું આવું વર્તન ખપી જાય છે?
Trending Photos
Gujarat Elections 2022 : ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ ઘણી વાર ભાન ભૂલતા હોય છે. સમર્થકોમાં છવાઈ જવા માટે ઉમેદવારો ભાષાની મર્યાદા ચૂકતા હોય છે. અમરેલીની રાજુલા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર હીરા સોલંકીએ આવું જ કંઈ કર્યું. વિરોધીઓને ઘેરવા જતા તેઓ પોતે જ ઘેરાઈ ગયા. સત્તા પક્ષનાં ઉમેદવારનો પાવર કહો કે પૂર્વ ધારાસભ્ય તરીકેનો રુઆબ, હીરા સોલંકી કંઈક આવી રીતે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પોતાનાં સમર્થકોને વિરોધીઓનો સામનો કરવાનું આહ્વાહન કરી રહ્યા છે, સાથે જ પોતાની તાકાતનો પરચો આપતા જીતનો દાવો કરી રહ્યા છે. વિરોધીઓને જોઈ લેવાની ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે. જો કે તેઓ પોતાનાં શબ્દો પર અંકુશ ન રાખી શક્યા. એકવાર ફરી સાંભળીએ હીરા સોલંકી વાયરલ વીડિયોમાં શું કહી રહ્યા છે.
હીરા સોલંકી શબ્દો પર કાબૂ ન રાખી શક્યા
આ વાયરલ વીડિયો જાફરાબાદમાં હીરા સોલંકીના કાર્યાલયનું ઉદ્ધાટન કરાયું તે વખતનો હોવાનું જણાવાય છે. જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. રાજકારણનાં અનુભવી હીરા સોલંકી અમરેલીનાં રાજુલાથી ભાજપનાં ઉમેદવાર છે. તેઓ પૂર્વ મંત્રી અને ભાવનગર ગ્રામ્યથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ સોલંકીના નાના ભાઈ છે. અગાઉ તેઓ બે વખત રાજુલાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, જો કે 2017માં કોંગ્રેસનાં અમરિષ ડેર સામે હારી ગયા. તેઓ કોળી સમાજનાં અગ્રણી પણ છે. કદાચ આ જ કારણસર તેમણે પોતાના શબ્દો પર કાબૂ કરવાનું યોગ્ય ન માન્યું.
મધુ શ્રીવાસ્તવ પણ ભાન ભૂલ્યા હતા
હીરા સોલંકી જ નહીં તાજેતરમાં જ વાઘોડિયાથી ભાજપનાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ભાન ભૂલ્યા હતા. અપક્ષ ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે પોતાનાં કાર્યકરો સામે શક્તિ પ્રદર્શન કરતા શબ્દોની મર્યાદા વટાવી હતી...કાર્યકરો માટે તેમણે પોતાના વિરોધીઓને ગોળી મારી દેવા સુધીની ધમકી આપી દીધી હતી.
કેતન ઈનામદાર પણ ગરિમા ભૂલ્યા
સાવલીથી ભાજપનાં ધારાસભ્ય કેતન ઈનામદારનો થોડા સમય પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પોતાનાં સમર્થકો સમક્ષ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા.
આ તમામ ઘટનાઓ એ વાતનો પુરાવો છે કે પ્રજાનાં પ્રતિનિધિઓ પોતાના સમર્થકોને રિઝવવા પોતાનાં પદની ગરિમાને ભૂલી જતા હોય છે. તેમના નિવેદનોમાં જનતાનાં મુદ્દા ક્યાંય નજરે નથી પડતા. આ તમામ નિવેદનો ચૂંટણીલક્ષી બની રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે