કોરોનાને પગલે અટકેલી ફાઇલ પાસ, 15 પોલીસ અધિકારીઓને પ્રમોશન, થશે ધરખમ ફેરફાર
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓની બઢતી અને બદલીનો દોર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી. જો કે કોરોનાને કારણે લાંબા સમયથી આ કામ ટલ્લે ચડેલું હતું. મોટા પાયે અધિકારીઓની બદલી અને ડ્યુ પ્રમોશન આપવા માટે સરકાર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.કેશવ કુમાર હિત 4 ADGPને DGP થરીકે પ્રમોશન આપવાનું ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટી (DPC) દ્વારા ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું છે. આ સાથે રાજ્યનાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) મુદ્દે પણ ટુંક જ સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.
રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા 2006 બેચના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) રેન્કના અધિકારીઓ અને 2016 બેન્ચના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP) રેન્કના IPS અધિકારીઓને ગયા જાન્યુઆરી મહિનામાં બઢતી મેળવવાને પાત્ર હતા. જોકે કોરોનાને પગલે રાજ્ય સરકારે આ પ્રમોશનની ફાઇલ પેન્ડિંગ રાખી હતી. 2006 બેચના 12 પૈકી 12 આઇપીએસ અધિકારીઓેને DIG તરીકે પ્રમોશનઆપવામાં આવશે. જ્યારે એક IPS અધિકારી આર.એફ સંઘાડા માર્ચ મહિનામાં DIGની બઢતી વગર જ નિવૃત થયા હતા.
4 IPS અધિકારીઓને DGP તરીકે પ્રમોશન
કેશવ કુમાર, વિનોદ મલ, સંજય શ્રીવાસ્તવ, કે.કે ઓઝાને ડીજીપી તરીકે પ્રમોશન અપાશે.
10 આઇપીએસ અધિકારીઓની બઢતી
નીલેશ ઝાંઝડિયા, બિપિન આહિરે, શરદ સિંઘલ, ચિરાગ ગોરડિયા, પી.એલ માલ, બી.આર પાંડોર, એન.એન ચૌધરી, અશ્વિન ચૌહાણ, એમ.કે નાયક, રાજેન્દ્ર અસારી અને કે.એન ડામોરને પ્રમોશન મળશે.
5 ASP ને SP તરીકે પ્રમોશન
પ્રેમસુખ ડિલ, રવિન્દ્ર પટેલ, શેફાલી બરવાલ, અમિત વસાવા, પ્રવીણ કુમારને એસપી તરીકે બઢતી મળશે.
જિલ્લા પોલીસ વડાથી માંડીને રેન્જ IG સુધીનાં પદોમાં મોટુ પરિવર્તન
2016 બેચના પાંચ ASP રેન્કના અધિકારીઓને SP તરીકે પ્રમોશન મળશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા SP, ASP રેન્જ આઇજી સહિતનાં પ્રમોશન અપાશે. જેના પગલે રાજ્યની પોલીસ અધિકારી ક્ષેત્રમાં મોટુ પરિવર્તન આવશે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ વડાઆશિષ ભાટિયા નવા રાજ્ય પોલીસ વડા તરીકે હોટ ફેવરેટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના પોલીસ વડા શિવાનંદ ઝા 31 જુલાઇએ નિવૃત થવાનાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે