ગુજરાતમાં હવે પાણીની કોઇ સમસ્યા નહી રહે, CM દ્વારા 43 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી
મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના ૪૨.૭૩ કરોડના કામોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યની ૩ નગરપાલિકાઓ અને ૧ મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના ૪૨.૭૩ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. નલ સે જલ'' અન્વયે વિવિધ ૫૭ નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. ૭૬૬ કરોડ પાણી પુરવઠાના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવ્યા છે.
Trending Photos
ગાંધીનગર : મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના ૪૨.૭૩ કરોડના કામોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યની ૩ નગરપાલિકાઓ અને ૧ મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના ૪૨.૭૩ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. નલ સે જલ'' અન્વયે વિવિધ ૫૭ નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. ૭૬૬ કરોડ પાણી પુરવઠાના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવ્યા છે.
આગામી 30 વર્ષની વસ્તીની પાણી માટેની જરૂરિયાતના અંદાજોના આધારે રજૂ થયેલી દરખાસ્તોને મુખ્યમંત્રી દ્વારા મંજુરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી ૩ નગરપાલિકાઓ અને ૧ મહાનગરપાલિકા માટે કુલ ૪૨.૭૩ કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે એક જ દિવસમાં સિદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ નગરોમાં આગામી ૩૦ વર્ષ એટલેકે ૨૦૫૧- ૫૨ ની વસ્તીની પાણી માટેની જરૂરિયાતના અંદાજોના આધારે શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી આ યોજનાઓની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપી છે.
ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી આ નગરપાલિકાઓની વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન વગેરે પાણી પુરવઠાના વિવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ જે ૩ નગરપાલિકાઓ અને ૧ મહાનગરપાલિકા માટે સમગ્રતયા રૂ. ૪૨.૭૩ કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે. તેમાં ઝાલોદને ૧૪.૧૬ કરોડ, ચલાલા માટે ૩.૪૦ કરોડ, માણસાને ૪.૩૨ અને જુનાગઢ મહાનગરપાલિકાના ઝોન ૩ માટે ૨૦.૮૫ કરોડની રકમનો સમાવેશ થાય છે.
નગરો- મહાનગરોમાં વસતા નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની આ ૩ નગરપાલિકાઓ સહિત કુલ ૫૭ નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત ૭૬૬ કરોડ રૂપિયા પાણી પુરવઠાના જુદા જુદા કામો માટે રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે મંજૂર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે