દિવાળીમાં ફટાકડા ફોડવા જેવી બાબતે થઈ બબાલ, હુમલામાં એક વૃદ્ધાનું થયું મોત
દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડતા હોય છે. પરંતુ મહેસાણામાં ફટાકડા ફોડવા દરમિયાન એક એવી ઘટના બની કે બે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં એક વૃદ્ધાનું મોત થયું છે.
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટની ઘટના એક હત્યામાં પરિણમી..વાત છે મહેસાણાની જ્યાં ફટાકડા ફોડવાની બાબતે બે પાડોશીઓ બાખડ્યા..જેમાં એકે ફાયરિંગ કર્યું તો બીજાએ લાકડી વડે કર્યો હુમલો જેમાં એક વૃદ્ધાનું મોત થઈ ગયું..શું હતી ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે સામે આવેલી હત્યાની ઘટના જોઈએ આ રિપોર્ટમાં...
મહેસાણામાં બેસતા વર્ષની રાતે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે સામસામે રહેતા પાડોશીઓ વચ્ચે ભારે માથાકૂટ સર્જાઈ..જેમાં ઝપાઝપી દરમિયાન પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આ ઝપાઝપી દરમિયાન ફાયરિંગ કરનારની પત્નીને માથામાં ગભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે સામે રહેતા નાયક પરિવારના બે લોકોને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. આ ઘટનાની મહેસાણા બી ડિવિઝન પોલીસને જાણ થતાં ડી.વાય.એસ.પી સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો. નવા વર્ષની રાતે... 79 વર્ષીય ભગીરથસિંહ રાણા અને તેમનાં પત્ની સુધા રાણા ફટાકડા ફોડી રહ્યાં હતા..એ દરમિયાન એક ફટાકડો ઊડીને સામે આવેલા મકાન નંબર 102માં રહેતા બકેશ નાયકના ઘરમાં પડતાં બાળકો ડરી ગયાં. આ જોઈ બકેશ નાયક અને તેના બે દીકરા ભગીરથસિંહને ઘર સામે ફટાકડા ન ફોડવા જાણ કરતા બોલાચાલી થઈ હતી. આ બે પાડોશી વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી. ત્યારે ફટાકડા ફોડવાની બાબતે આ પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ. સૌ પ્રથમ ઝપાઝપી થઈ જેમાં ફટાકડા ફોડી રહેલા ભગીરથ સિંહનો વિરોધ નાયક બકેશભાઈના પરિવારે કર્યો..તે દરમિયાન મારામારી થઈ હતી. ભગીરથ સિંહ રાણાએ લાઇસન્સવાળું વેપન અને એક ગેરકાયદેસર વેપન દ્વારા પાંચથી છ રાઉન્ડ જેટલા ફાયર કર્યા હતાં. જેમાંથી બે ગોળી સામેના નાયક પરિવારના બે સભ્યોને વાગતા તેઓને ઈજા પહોંચી હતી. આ ઝપાઝપીમાં ભગીરથસિંહનાં પત્ની સુધાબેનને ધક્કો વાગતા અથવા માથામાં કોઈ બોથડ પદાર્થ માર્યો હોય જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું છે.
હાલ તો આ મામલે તપાસ હાથ ધરતા પોલીસે આરોપી પાસેથી બે રિવોલ્વર કબજે કરી છે. બંને વેપન એક જ વ્યક્તિએ વાપર્યું છે કે કેમ એ અંગે નિવેદન અને CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારે દિવાળીના તહેવારે જ ઉશ્કેરાઈને એક પરિવારનો આધાર છીનવી લીધો છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે