લાખો રૂપિયાની સિક્યોરિટી છતા પણ 23 લાખના કિંમતી પાઉડરની ચોરી, પોલીસ દોડતી થઇ

લાખો રૂપિયાની સિક્યોરિટી છતા પણ 23 લાખના કિંમતી પાઉડરની ચોરી, પોલીસ દોડતી થઇ

* 7 કિલો ઉપરાંતના પાઉડર ની 23 લાખ કિંમત
* એફ એસ એલ અને ડોગ સ્ક્વોડની લેવાઈ મદદ
* એક કિલો સિલોડીન પાઉડરના 2 લાખ 60 હજાર કિંમત
* કમ્પની ના સત્તાધીશોએ નોંધાવી ફરિયાદ પોલીસ પહોંચી ઘટના સ્થળે 
* કમ્પનીમાં સિક્યોરિટી હોવા છતાં 23 લાખનો મોંઘો ડાટ સિલોડીન પાઉડર ચોરી

મિતેશ માળી/વડોદરા : પાદરાની IPCA લેબોરેટરી લિમિટેડ કમ્પનીમાં 23 લાખના મોંઘા ડાટ સિલોડીન પાઉડરની ચોરી થતા ચકચાર. કમ્પનીમાં સઘન સિક્યોરિટી હોવા છતાં ફિલ્મી ઢબે ચોરો ચોરી કરી પલાયન થયા. પાદરા પોલીસે એફ એસ એલ ડોગ સ્ક્વોડ સહિતની ટિમોએ ધામાં નાખ્યા. ત્રણ લેયરના દરવાજા સાથે બારીની નેટ તોડી તસ્કરો કંપનીના મુખ્ય ગોડાઉનમાં ઘુસ્યા જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠ્યા હતા. 

વડોદરા જીલ્લાના પાદરા તાલુકાની જાણીતી IPCA લેબોરેટરીઝ લિમિટેડ કંપનીમાંથી 23 લાખ ઉપરાંતની કિંમતના સિલોડીન પાઉડરની ચોરી થતા પાદરા પોલીસે તપાસ આરંભી છે. લગભગ અઢી લાખ રૂપિયે કિલોની કિંમતના ફાર્માસ્યુટિકલ મટીરીયલના મોટા જથ્થાની ચોરી થતા પાદરા પોલીસ દોડતી થઈ છે. ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી તપાસ આરંભી છે.

પાદરાની જાણીતી IPCA લેબોરેટરીઝ લિમિટેડ નામની ફાર્માસ્યુટિકલ કંપનીના ગોડાઉનમાંથી સિલોડીન પાઉડર ના મોટા જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ કંપની સત્તાધીશોએ પાદરા પોલીસને આપી હતી. અઢી લાખ રૂપિયે કિલોના બજાર કિંમતના લગભગ 23 લાખની કિંમતના મટીરીયલની ચોરીનો કિસ્સો સામે આવતા પાદરા પોલીસે ડોગ સ્ક્વોડ અને FSL ની મદદથી તપાસ શરૂ કરી છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. જ્યારે FSL દ્વારા સેમ્પલ કલેક્ટ કરી ફાર્માસ્યુટિકલના રો મટીરીયલની ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પરંતુ પાદરા પોલીસ જે પ્રકારે તપાસ કરી રહી છે, તેમાં લાગી રહ્યું છે કે કમ્પનીમાં કામ કરતો કોઈ જનભેળું ચોર હોઈ તેમ લાગી રહ્યું છે. જો કે કંપનીમાં વેર હાઉસની બારી ઉપર લગાવરલ નેટ અને જાડી કાપીને વેર હાઉસમાં રહેલા ચાવીના જઠ સાથે ફિનિશ ગુડ સ્ટોરમાં લગાવેલ લેયર પાર કરી ચોરો ચોરી કરવામાં સફળ થઇ ક્યાંક કમ્પનીના સિક્યોરિટી પણ શંકાના ઘેરામાં છે. જ્યારે પાદરા પોલીસ અને ટિમોએ કમ્પનીના કામદારો સહિત સ્ટાફની સઘન પૂછપરછ કરી છે. જેમાં ક્યાંકને ક્યાંક જાણ ભેદુ ચોર હોઈ તેમ પોલીસ જણાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news