આને કહેવાય આ બેલ મુજે માર: યુવકે બે લાખનું દેવું ઉતારવાં કર્યું એવું કારસ્તાન કે ઘર-પોલીસનાં હાજા ગગડી ગયા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : વિદેશમાં કમાવવા ગયેલા યુવકને દેવું થઈ જતા પોતાના જ અપહરણનું તરકટ રચ્યું હતું. જોકે આ દેવા અંગે કોઈને જાણ ન થાય તે માટે નવું સીમકાર્ડ લઈ પોતાના પરિવાજનોને પોતે અપહ્યત બનીને છોડવા માટે મેસેજથી રૂપિયાની માંગણી કરી હતી. આ શખ્સ જેણે ખોટા અપહરણનું તરકટ રચી પૈસા પડવાનું પ્લાનિંગ કર્યું હતું.
ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધેલા રવિ પંડ્યાનું 27મી તારીખે અપહરણ થયું હોવાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જે બાદ સ્થાનિક પોલીસથી લઈ ક્રાઇમ બ્રાંચ દોડતી થઈ હતી. કારણકે અપહરણકારો પૈસાની માંગણી કરતા હતા. પરંતુ ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા રવિ પંડ્યા જયપુરથી પકડાયો ત્યારે સામે આવ્યું કે રવિ પંડ્યા અપહરણ થયું જ નોહતું. પોતેજ અપહરણની ખોટી જાહેરાત કરી પોલીસ ગુમરાહ કરતો રહયો હતો.
હાલ પોલીસે રવિ પંડ્યા વિરુદ્ધ ગુનો દાખલ તેની ધરપકડ કરી છે. જોકે આરોપી રવિએ કેમ આવું કર્યું તે અંગે પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપી પહેલા તાંન્ઝાનિયા ગયેલો જ્યાંથી પરત આવતા સમયે કેટલાક રૂપિયાનું દેવું થયું હતું. આ 2 લાખનું દેવું થઈ જતા પરિવાર જોડે રૂપિયા મેળવવા માટે અપહરણ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી રવિ પંડ્યા છેલ્લા 9 વર્ષથી આફ્રિકાના તાન્ઝાનિયા રહી કોમોડિટી વસ્તુઓનો વેપાર કરતો હતો. પણ એક વર્ષથી કોરોનાને લઈ ધંધામાં નુકશાન થયું હતું. જેથી રવિને પરત ભારત આવું હતું પરતું તેની પાસે પૈસા ન હોવાથી પિતાને કહેતા બે લાખ રૂપિયાનું સગવડ કરી જૂન 2021માં અમદાવાદ આવ્યો હતો.
જે બાદ દેવું પૂરું કરી શકતો ન હોવાથી રવિ કંટાળી ગયો હતો. જેથી પોતાનું અપહરણ થયું હોવાનું પોતે તરકટ રચી દેવું ભરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં 27મી ડિસેમ્બર ઘરેથી કહ્યું કે, મોબાઇલ નંબર બદલવા જવાનું કહી પોતે અમદાવાદથી જોધપુર, જયપુર, દિલ્હી અને દિલ્હીથી જમ્મુ કશ્મીર પહોંચી ગયો હતો. જ્યાં રવિ પંડ્યાએ બીજા મોબાઇલ નંબર પરથી પત્ની મેસેજ કરી કહ્યું કે બે લાખ રૂપિયા આપો નહિ તો રવિ પંડ્યાને મારી નાખીશું. આમ કરી મેસેજ કરતા પરિવાજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. અપહરણનું રવિએ નાટક કર્યું હોવાનું પોલીસને પહેલાથી જ શંકા હતી. કારણકે રૂપિયાની જ રીતે માંગણી કરતો મેસેજ હતો જે એક તરકર રચ્યું હોય તેવું હતું. અંતે રવિ પંડ્યાએ દેવું પૂરું કરવાનું રચેલ તરકટ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે