યુવકને મેસેજ આવ્યો તમારે માત્ર પૈસાદાર ઘરની મહિલાઓ અને યુવતીઓને ખુશ કરવાની છે અને...
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ઓનલાઈન ડેટિંગ, મિટિંગ અને સેક્સની લાલચમાં આવ્યા તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે. એસ્કોર્ટ સર્વિસના નામે લાલચ આપીને ઠગાઈ કરતા એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. પોલીસની ઝપટે ચડી ગયેલા શખ્સનું નામ છે અમરજી દેવજી પાટીદાર. મૂળ રાજેસ્થાનના આ શખ્સ પર આરોપ છે કે, સોશિયલ મીડિયા પર અજાણી સ્ત્રીઓના ફોટા મૂકી એસ્કોર્ટ સર્વિસના નામે લાલચ આપીને લોકોની પાસેથી વિવિધ ચાર્જીસના નામે પૈસા પડાવતો હતો.
અમદાવાદના એક યુવક પોતાના મોબાઈલમાં ગુગલ સર્ચ કરતો હતો, ત્યારે તેને એક લિંક મળી હતી. જેના પર ક્લિક કરતા તુરંત જ એક વોટસઅપ ઓપન થયુ હતુ. જેમાં ચેટિંગ કરતા આરોપી દ્વારા એસ્કોર્ટ સર્વિસની ઓફર કરવામાં આવી હતી. જેથી યુવકને રસ પડતા આ ઓફર સ્વીકારી હતી. આરોપીએ વિવિધ યુવતીઓના ફોટા મોકલીને ભાવનું લિસ્ટ મોકલ્યું હતું. ત્યારબાદ 300 પછી 1600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ સિક્યુરિટી ડિપોઝીટ સહિતના ચાર્જીસના બહાને ₹16998 પડાવી લીધા હતા.
જો કે ત્યાર બાદ કામ આપવાના બદલે ચેટિંગ બંધ કરી દીધું હતું. જેને લઈને યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અમરજી પાટીદાર મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે. શોર્ટ ટાઈમમાં પૈસાદાર થવાની લાલચમાં હોળીના તહેવારમાં પોતાના ગામમાં ગયો ત્યારે તેના ભાઈ મણિલાલ અને પિતરાઇ ભાઈ ભુરાલાલે ઓનલાઈન મીટિંગ-ચેટિંગ-સેક્સ ચેટિંગ કરવાના બહાને છેતરપિંડી કરતા શીખવાડ્યું હતું. ગ્રાહકો બનાવી રજીસ્ટ્રેશનના નામે પૈસા પડાવતા અને જે ગ્રાહકને ફસાવે ત્યાર બાદ તેના ભાઈ અને પિતરાઈને સોંપી દેતો હતો. જેના તેને 50 ટકા કમિશન મળતું હતું. આ ગેંગમાં આરોપી સાથે વધુ બે વ્યક્તિની સંડોવણી ખુલતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયામાં એસ્કોર્ટ સર્વિસના નામે ઠગાઈ કેસમાં પકડાયેલા આરોપીએ અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા હતા. આ ગેંગમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામ મુદ્દે 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે