કચ્છમાં આંધી વંટોળ ફૂંકાતા અફરાતફરીના દ્રશ્યો; બધું પત્તાની જેમ હવામાં ઉડ્યું, સર્જાયેલી સ્થિતિનો VIDEO વાયરલ
કચ્છના નખત્રાણામાં આફતનું વંટોળ ફૂંકાયું છે. જેમાં વાલનો પાક અને પાથરણાં પત્તાની જેમ હવામાં ઉડી જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વંટોળના કારણે સર્જાયેલી સ્થિતિનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/કચ્છ: ગુજરાતમાં ઠંડીએ વિદાય લઈ લીધી છે અને કાળઝાળ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. પરંતુ કચ્છના નખરાત્રાના ભીટારામાં કૃદરતે કંઈક અલગ જ ધાર્યું છે. કચ્છના નખત્રાણામાં આફતનું વંટોળ ફૂંકાયું છે. જેમાં વાલનો પાક અને પાથરણાં પત્તાની જેમ હવામાં ઉડી જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વંટોળના કારણે સર્જાયેલી સ્થિતિનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મંગળવારે સવારે કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવનો સહિત વંટોળ ફૂંકાયું હતું. કચ્છા નખત્રાણાના ભીટારામાં આંધી વંટોળ ફૂંકાતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. આંધી વંટોળ એવો હતો કે પાક અને પાથરણા સહિતની વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી.
કચ્છના નખત્રાણામાં ફૂંકાયો નુક્સાનીનો પવન! વાલનો પાક અને પાથરણાં પત્તાની જેમ હવામાં ઉડી ગયા #Gujarat #Kutch #Viral #ViralVideo #Trending #TrendingNow pic.twitter.com/m80OjcdIB1
— Zee 24 Kalak (@Zee24Kalak) March 19, 2024
આંધીને કારણે લોકોના ઘરની કેટલીક વસ્તુઓ પણ ઉડી ગઇ હતી અને દૂર પટકાઇ હતી. આ ઘટનાના વીડિયો અને તસવીરો સામે આવ્યા છે, જેમાં તમે આ આંધીને કારણે સર્જાયેલા દ્રશ્યો જોઇ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે