વધુ એક નબીરાએ સર્જ્યો ગમખ્વાર અકસ્માત; ફોર્ચ્યુનર કાર વડે વડોદરાના દંપતીને ઉડાવ્યું, વૃદ્ધનું કરૂણ મોત
માત્ર વડોદરાજ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં રોજ બ રોજ ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ હીટ એન્ડ રનની ઘટનાઓ બનતી હોવાના કિસ્સા સામે આવે છે. વડોદરામાં ગત રાત્રે વોક પર નિકળેલા દંપતિને દારૂના નશામાં ચુર ફોર્ચ્યુનર ચાલકે અડફેટે લેતા પતિ નુ મોત નિપજ્યું હતુ.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્પાબેન પટેલના પુત્રે શરાબ અને સત્તા ના નશાની હાલતમાં પોતાની District Panchayat President Bharuch લખેલી ફોર્ચ્યુનર કાર વડે વડોદરાના દંપતીને ઉડાવી દઈ વૃદ્ધનું મોત નિપજાવ્યું છે. જ્યારે વૃદ્ધાની હાલત ICU માં ગંભીર છે.
માત્ર વડોદરાજ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં રોજ બ રોજ ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ હીટ એન્ડ રનની ઘટનાઓ બનતી હોવાના કિસ્સા સામે આવે છે. વડોદરામાં ગત રાત્રે વોક પર નિકળેલા દંપતિને દારૂના નશામાં ચુર ફોર્ચ્યુનર ચાલકે અડફેટે લેતા પતિ નુ મોત નિપજ્યું હતુ. જ્યારે તેમના પત્નીની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનુ જાણવા મળી રહ્યું છે.અકસ્માત સર્જી એક નિર્દોષ નો ભોગ લેનાર આ ફોર્ચ્યુનર ચાલકની કાર પર PRESIDENT DISTRICT PANCHAYAT AT BHARUCH નુ લખાણ લખેલુ મળી આવ્યું છે.જેના કારણે અહી અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે.
શહેરના બીલ કેનાલ રોડ પર રહેતા રાજેશભાઇ પટેલ ગતરોજ રાતના 9 વાગ્યાની આસપાસ તેમના પત્ની સાથે જમ્યા બાદ ચાલવા માટે નિકળ્યા હતા દરમિયાન એક ફોરચ્યુનર કાર ચાલકે જોરદાર ટક્કર મારતાં પતિપત્ની ઈજાગ્રસ્ત થયા હતા.જેમાં ઈજાગ્રસ્ત રાજેશભાઇ પટેલનું મોત નિપજ્યું હતું. અકસ્માતના સ્થળે જોતજોતામાં ટોળા એકઠા થઇ ગયા હતા. નાગરિકો દ્વારા તપાસ કરાતા કારમાં એક મહિલા તેમજ બે પુરુષ નશાની હાલતમાં જણાઈ આવ્યા હતા તેમજ કારમાંથી એક શરાબની બોટલ પણ મળી આવી હતી. જેથી ઘટનાની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્પાબેન પટેલના પુત્રે નશાની હાલતમાં પોતાની District Panchayat President Bharuch લખેલી ફોર્ચ્યુનર કાર વડે વડોદરાના દંપતીને ઉડાવી દઈ વૃદ્ધનું મોત નિપજાવ્યું છે. જ્યારે વૃદ્ધા હાલ ICU માં ગંભીર છે.ત્યારે મૃતકના પરિવારમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે માંજલપુર પોલીસે તાત્કાલિક ધોરણે અકસ્માત સર્જી એકનો ભોગ લેનાર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્પાબેનના પુત્ર કેયૂર પટેલ તેમજ ગાડીમાંથી દારૂની બોટલ સગેવગે કરનાર પાદરાના દિવ્યાંગ મહેશ્વરીની ધરપકડ કરી શરાબની મેહફીલ કોની સાથે અને ક્યાં માણી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં નિર્દોષનો ભોગ લેનાર કેયુર એ પોતાની ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલ સગેવગે કરવા ફોન કરી મિત્ર દિવ્યાંગ મહેશ્વરી ને પણ બોલાવી લીધો હતો. જોકે તે બોટલ કાઢે તે પેહલા જ તેને સ્થળ પર હાજર ફરિયાદી સહિત સ્થાનિકોએ પકડી લીધો હતો.આટલું ઓછું હોય તેમ ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર એ અકસ્માતમાં વૃદ્ધનું મોત થયાનું જાણતા જ ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ નાગરિકો ની સમય સૂચકતા ને કારણે તે ભાગવામાં નિષ્ફળ નીવડ્યો હતો.
ભરૂચ જિલ્લા પંચાયતનું સુકાન ઇતિહાસમાં પહેલી વખત ભાજપના હાથમાં આવ્યું હતું અને પ્રમુખની મહિલા બેઠક હોય અલ્પાબેન પટેલને પહેલી ટર્મ માટે નિયુક્ત કરાયા હતા. જોકે ટર્મ પૂર્ણ થયા બાદ પણ તેઓના પુત્રની કાર પર ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની પ્લેટ લગાવી હોદ્દો ન હોવા છતાં પણ દુરુપયોગ કરાતો હોવાની બાબત પણ ગંભીર ગણાવી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે