સુરતીઓએ બનાવીલે શોર્ટ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ફિનાલેમાં પહોંચી


સુરતની એક યુવક ઉત્તમ મહેશ્વરી અને તેમની ટીમ દ્વારા કોરોના ગાઇડલાઇન પર એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી. 
 

 સુરતીઓએ બનાવીલે શોર્ટ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ફિનાલેમાં પહોંચી

ચેતન પટેલ/સુરતઃ વિશ્વભરમાં પ્રખ્યાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શોર્ટ ફિલ્મની શ્રેણી ફિનાલેમાં પહોંચી છે. ઉત્તમ મહેશ્વરી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા covid-19 guideline ના વિષય પર આ શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ભારત ભરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ફિનાલેમાં જો કોઈ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ફિલ્મ સિલેક્ટ થઈ હોય તો તે સુરતીઓની આ શોર્ટ ફિલ્મ છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી પાંચ મિનિટની શોર્ટ ફિલ્મ ફિનાલે માટે સિલેક્ટ થઇ છે આ અંગે શોર્ટ ફિલ્મ બનાવનાર ટીમના સભ્ય અને ડિરેક્ટર ઉત્તમ મહેશ્વરીએ જણાવ્યું હતું કે જે રીતે ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોરોના કાળમાં સુરક્ષા માટે ગાઈડલાઈન પાડવામાં આવી હતી તેને અનુસંધાને આ વિષયની પસંદગી કરવામાં આવી હતી. શોર્ટ ફિલ્મમાં પાંચ નાની નાની ફિલ્મો છે દરેક ફિલ્મનું duration એકથી દોઢ મિનિટ સુધીનું છે.

પાંચ ફિલ્મમાં મળીને આશરે પાંચ મિનિટની આ શોર્ટ ફિલ્મ તૈયાર કરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આ ફિલ્મ ફિનાલે સુધી પહોંચી છે. આશા છે કે અમારી ફિલ્મ આ ફેસ્ટિવલમાં ધૂમ મચાવશે અને આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરતીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એકમાત્ર ફિલ્મ છે જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના શોર્ટ ફિલ્મ કેટેગરીના ફિનાલે સુધી પહોંચી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news