ગ્રામીણ કેન્દ્રોનાં ટોપ પરિણામ સાબિત કરે છે કે શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે
Trending Photos
ગાંધીનગર : આજે ધોરણ 12ના સામાન્ય, વ્યવસાયલક્ષી, ઉછ્ચતમ ઉત્તર બુનિયાદીનું પરિણામ જાહેર થયું છે. તેમાં શહેરી વિસ્તારો કરતા આ વતે ગ્રામીણ કેન્દ્રોનું સારુ રહ્યું છે. સૌથી વધારે પરિણામ બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની કેન્દ્રનું આવ્યું છે. અહીં કુલ પરિણામ 97.76 ટકા આવ્યું છે. આ સાથે જ રાજ્યનાં ટોપ 15 કેન્દ્રનાં પરિણામ 94.12 થી 97.76 ટકા આવ્યું છે.
સોની કેન્દ્ર પર 313 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં 306 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વાંકાનેર કેન્દ્ર પર 292 પૈકી 284 પાસ થતા 97.26 ટા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત લિંબોદર કેન્દ્ર પર 285 પૈકી 273 વિદ્યાર્થીઓ પાસ થયા છે. લવાણામાં 417 પૈકી 399 પાસ થવાની સાથે 95.76 ટકા પરિણામ આવ્યું છે. ઉચ્છલ ખાતે 478 પૈકી 456 વિદ્યાર્થીઓ પાસ થવાની સાથે 95.40 ટકા પરિણામ આવ્યા છે. પિવલી કેન્દ્ર પર 126 પૈકી 120 પાસ થાવાની સાથે 95.24 ટકા આવ્યું છે. જો કે સૌથી આશ્ચર્યની વાત છે કે મોટા ભાગનાં સેન્ટર ગ્રામ્ય વિસ્તારોમાં છે. શહેરી વિસ્તારોમાં સારુ શિક્ષણની કહેણીને આ પરિણામે ખોટા સાબિત કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે વાલી પોતાનું બાળક શહેરી શાળા અથવા તો શહેરમાં જ ભણે તેવો મોહ રાખતા હોય છે. પરંતુ ગ્રામ્ય વિદ્યાર્થીઓ ધીરે ધીરે આ પ્રકારનાં મિથકને તોડી રહ્યા છે. જેથી કહી શકાય કે ગ્રામીણ સ્તરે શિક્ષણનાં સ્તરમાં ન માત્ર સુધારો થઇ રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિદ્યાર્થીઓ શિક્ષણમાં પણ રસ દાખવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે