ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને લૂંટ્યું!

વિયેતનામથી આવેલો પરિવાર ટેક્સીમાં વડોદરા જઈ રહ્યો હતો ત્યારે વિદેશથી આવેલા દંપતીને ચેકિંગને નામે રોકી પોલીસે દારૂની 4 બોટલ પડાવી લીધી. રામોલ પાસે કાર રોકાવીને સૂત્રો જણાવી રહ્યા છે કે દંપતિ પૈકી પતિ પાસે લિકર પરમિટ હોવા છતાં કેસની ધમકી આપી હતી.

ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને લૂંટ્યું!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ ના પોલીસ કર્મીઓની તોડ કરવાની પ્રેક્ટિસ હજી બંધ થઈ નથી. ત્યારે આવા જ પ્રકારના તોડ કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કર્મીઓ દ્વારા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડ કર્યાની બૂમ પડી રહી છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી અને સોશિયલ મીડિયા વાયરલ થયેલા વિડ્યો મુજબ વાત કરી એ બનાવની તો વિયેતનામથી આવેલો પરિવાર ટેક્સીમાં વડોદરા જઈ રહ્યો હતો ત્યારે વિદેશથી આવેલા દંપતીને ચેકિંગને નામે રોકી પોલીસે દારૂની 4 બોટલ પડાવી લીધી. રામોલ પાસે કાર રોકાવીને. સૂત્રો જણાવી રહ્યા છે કે દંપતિ પૈકી પતિ પાસે લિકર પરમિટ હોવા છતાં કેસની ધમકી આપી હતી. પોલીસ કર્મીઓ એ ત્યારે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઇ પણ રામોલ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. 

વિયેતનામથી પાછા ફરી રહેલા વડોદરાના સિનિયર સિટીઝન સહિત 4 વ્યક્તિ ટેક્સી ભાડે કરી પરત જઈ રહ્યા હતા ત્યારે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અદાણી સર્કલ નજીક વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓએ ધાકધમકી આપી દારૂની 4 બોટલ, ન રોકડા રૂ.12 હજાર અને ડોલર પડાવી લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પરિવાર પાસે લિકર પરમિટ હોવા છતાં ખોટી રીતે ધમકાવી દારૂ અને પૈસા આપવા મજબૂર કર્યા હતા. 

રામોલ પોલીસે આ સમગ્ર મામલો મીડિયામાં આવતા પોલીસ કર્મી કોણ હતા ફરજ પર તેને લઈ ને તપાસ શરૂ કરી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ ના પોલીસ કર્મીઓ એ આ પ્રકારે તોડ કર્યાની 8 મહિનામાં ત્રીજી ઘટના અમદાવાદમાં બનવા પામી છે પહેલા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાફીક પોલીસ ના કર્મીઓ એ આવી જ રીતે એરપોર્ટથી ઘરે જતા એક નાગરિકને ધમકી આપીને તેની પાસેથી રોકડ પડાવી લીધી હતી. બીજી ઘટનામાં મોટેરા સ્ટેડિયમમાં દિલ્હીથી મેચ જોવા આવેલા યુવકને પણ નાના ચિલોડા લઈ જઈને ટ્રાફિક પોલીસે ઓનલાઈન પૈસા ટ્રાનસફર કરાવી લીધા હતા અને તાજેતર માં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલીસ કર્મીઓ એ દારૂ અને રોકડા પડાવી લીધાની ઘાટના સામે આવી છે.

આ તોડનો મામલો સામે આવતા પોલીસ કર્મચારીઓએ દારૂની બોટલો અને રૂપિયા પાછા આપી મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ તોડ ની વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા એસીપી આઇ ડિવિઝન એ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી રહ્યા છે. ત્યારે પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે જે વડોદરાનું દંપતી અને અન્ય એક દંપતી 5 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ટેક્સીમાં વડોદરા જતી વખતે તેમને ચેકિંગને નામે રોકવામાં આવ્યા હતા. 

પરિવારે લિકર પરમિટ બતાવી હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કેસ કરવાની ધમકી આપી હતી. પરિવારનો આક્ષેપ છે કે એક મહિલા સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું. 6 નવેમ્બરે પોલીસ ફરિયાદ માટે એક સંબંધી આવ્યા હતા, પરંતુ તેમની ફરિયાદ નહીં નોંધી આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news