વરસાદ ખેંચાતા ખેડૂતોની કફોડી સ્થિતિ, શાકભાજી ઉગવતા ખેડૂતોને તો આત્મહત્યા કરવાના દિવસો આવ્યા

સૌરાષ્ટ્ર ના ખેડૂતોની હાલત દયનિય થતી જાય છે, એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે, તો બીજી તરફ ઓછા વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે પાકને નુકસાન થવાની શક્યતા વધતી જાય છે. જામકંડોરણા નાના ભાદરા ગામના શાકભાજી ઉગાડતા ખેડૂતોના પાકમાં રોગ આવતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

વરસાદ ખેંચાતા ખેડૂતોની કફોડી સ્થિતિ, શાકભાજી ઉગવતા ખેડૂતોને તો આત્મહત્યા કરવાના દિવસો આવ્યા

નરેશ ભાલીયા/રાજકોટ : સૌરાષ્ટ્ર ના ખેડૂતોની હાલત દયનિય થતી જાય છે, એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે, તો બીજી તરફ ઓછા વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે પાકને નુકસાન થવાની શક્યતા વધતી જાય છે. જામકંડોરણા નાના ભાદરા ગામના શાકભાજી ઉગાડતા ખેડૂતોના પાકમાં રોગ આવતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસાની શરૂઆત ખાસ રહી નથી. વરસાદ ખેંચાયો હતો અને પછી થોડો યોગ્ય વરસાદ બાદ ખેડુતોએ વાવેતર કરી નાખ્યું છે. જેમાં જામકંડોરણા નાના ભાદરા તાલુકાના ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કરેલ છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયૉ છે, તેમાં પણ જે ખેડૂતોએ કાકડી ચીભડાં ગલકા તુરીયા જેવા વેલામાં ઉગતા શાકભાજીનું વાવેતર કરેલું છે તેની હાલત અતિ દયનિય થઇ છે, કારણકે એક તરફ વરસાદ નહિ વરસતા શાકભાજી સુકાવા લાગી છે. ઉપરથી  શાકભાજીના પાકને અનુકૂળ ન હોય તેવો પવન શરુ થયો છે. જે શાકભાજીના વેલાના પાકને અતિ નુકસાન કરી રહ્યો છે. 

વરસાદ વગર અને શાકભાજીને નુકસાન કારક પવનને લઈને તુરીયા ગલકા કાકડી ચીભડાંના પાકોમાં ઇયળો થવા લાગ્યો છે અને જે પાક ઉગી રહયો હતો તેવા ચીભડાં કાકડી સડવા લાગ્યા છે. પાન પીળા પડી જવા અને સુકાઈ જવાની સમસ્યા વધતી જાય છે. જયારે મરચાના પાકમાં મરચીના ફૂલ ફૂટતા નથી અને ખરી પડે છે. જે સમગ્ર પરિસ્થિતિ જોતા ખેડૂતોની હાલત દયનિય થઇ છે. 20 વીઘાની જમીનમાં શાકભાજી પકવતા ખેડૂત એવા નાના ભાદરાના હિતેષભાઇને હાલ તેવોને વાવેતર ના માત્ર 50 % જેટલા પાક ઉગશે, સાથે સાથે તેવોને તેવોના પાકનું પૂરું વળતર પણ મળતું નથી. પૂરતા ભાવ નહીં મળતા તેવો મોટી મુશ્કેલી અનુભવે છે. 

શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો રાત દિવસ શાકભાજી ઉગાડવા માટે મોટી મહેનત કરી રહ્યા છે, ત્યારે ખાસ વેલામાં ઉગતા શાકભાજી વાવતા આ ખેડૂતોને તેવોના પાકના પૂરતા ભાવ તો નથી મળતા પરંતુ સામે તેવો જે રાત દિવસ મહેતન કરી રહ્યા છે તેની મજૂરી પણ નથી મળતી. જેના કારણે તેમની સ્થિતિ ખુબ જ દયનિય છે. એક તરફ કુદરતનો માર બીજી તરફ મહેનતનું ફળ નહિ મળતા ખેડૂતો હાલ તો સરકાર અને ભગવાન ભરોસે રહે છે, ત્યારે આવા ખેડૂતોની વહારે સરકાર આવે તે ખુબજ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news