મધુ શ્રીવાસ્તવ સાથે ગાળાગાળી કરનાર લાજવાને બદલે ગાંજ્યો, કાર્યકર્તા સાથે કર્યું ઉદ્ધત વર્તન

જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાત્સવ અને પોરબંદરના મેર રાજુ ઓડેદરા વચ્ચે થયેલી અભદ્ર ભાષાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ ભાજપના સભ્ય વિજય યાદવે રાજુ ઓડેદરાને ફોન કરી ઓડિયો કલીપમાં ભગવાનને ગાળો બોલવા બદલ માફી માંગવા આગ્રહ કર્યો હતો. રાજુ ઓડેદરાએ વિજય યાદવને પણ ગાળો બોલી હતી, સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ ગાળો ભાંડી હતી. 
મધુ શ્રીવાસ્તવ સાથે ગાળાગાળી કરનાર લાજવાને બદલે ગાંજ્યો, કાર્યકર્તા સાથે કર્યું ઉદ્ધત વર્તન

હાર્દિક દીક્ષિત/વડોદરા: જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાત્સવ અને પોરબંદરના મેર રાજુ ઓડેદરા વચ્ચે થયેલી અભદ્ર ભાષાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ ભાજપના સભ્ય વિજય યાદવે રાજુ ઓડેદરાને ફોન કરી ઓડિયો કલીપમાં ભગવાનને ગાળો બોલવા બદલ માફી માંગવા આગ્રહ કર્યો હતો. રાજુ ઓડેદરાએ વિજય યાદવને પણ ગાળો બોલી હતી, સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ ગાળો ભાંડી હતી. 

આ મામલે વિજય યાદવે ક્રાઇમ બ્રાન્ચમાં રાજુ ઓડેદરા અને સાગર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. કલમ 504, 506(2), 298 મુજબ ફરિયાદ દાખલ કરવામા આવી છે. 5 ફેબ્રુઆરીએ રાજુ ઓડેદરાનો ધારાસભ્ય મધૂશ્રીવાસ્ત સાથે ગાળાગાળીનો ઓડીયો વાયરલ થયો હતો. જે જંગલની આગની જેમ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. રાજુ ઓડેદરાએ વિજય યાદવ સાથે કરેલી વાતચીતમાં વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, નેતા વિપક્ષ ચંદ્રકાન્ત શ્રીવાત્સવ અને નરેન્દ્ર રાવતના નામનો પણ ઉલ્લેખ થતા ફરિયાદીએ તેમની પણ પુછપરછ કરી સત્ય બહાર લાવવા ની માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news