ન્યૂઝ ચેનલમાં આરોપીઓની તસ્વીર જોઇ એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને થયા ચોંકાવનારા ખુલાસા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : સોલામાં વૃદ્ધ દંપતીના હત્યારાઓએ નવરંગપુરા માં પણ એક મકાન માં લૂંટ કરવા ઘુસ્યા હતા પણ સફળ થયા નોહતા, ટ્રાન્સફર વોરન્ટ આધારે આરોપીઓની નવરંગપૂરા પોલીસે કરી ધરપકડ કરી છે. અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતીની હત્યા કરનાર આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ નવરંગપુરા વિસ્તારમાં પણ સુવાસ કોલોનીમાં મોડી રાત્રે તલવાર, ચપ્પુ, અને દેશી કટ્ટા જેવા હથિયાર લઈને ધાડ કરવાના ઇરાદે ફરિયાદીના ઘરમાં ગુસ્યા હતા.
જો કે ઘરઘાટી જાગી જતાં આરોપીઓએ તેનો દરવાજો બંધ કરી સીડી મારફતે ઘરમાં ઘુસ્યા હતા. જો કે ઘરના માલિક જાગી જતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ સોલા ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરતા ફરિયાદીને જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાબતની જાણ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. હાલમાં પોલીસે રાહુલ ગૌડ, આશિષ વિશ્વકર્મા, બ્રિજ મોહન ગૌડ અને નીતિન ગૌડ નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવરંગપુરા પોલીસનું ફરિયાદીએ અગાઉ સોલા પોલીસે પકડેલા આરોપીઓ પોતાના ઘરમાં પણ ઘુસ્યા હોવાનો ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લૂંટના ઇરાદે ઘુસેલા આ હત્યારાઓએ નવરંગપુરામાં લૂંટ કરવા માટેનો સૌપ્રથમ માસ્ટર પ્લાનબન્યાવ્યો હતો. જેમાં મુખ્ય સુત્રધાર કારપેન્ટર જ હતો. જ્યારે લૂંટના પ્રયાસમાં અન્ય બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી બહાર છે ત્યારે પકડાયેલા આરોપીઓની વધારે પુછપરછ કરતા સામે આવશે કે તેમના સાથી લૂંટારૂક્યાં હોવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે