તંત્રમાં કૌભાંડીઓનો રાફડો ફાટ્યો! શરમ કરો કચરાપેટીમાં પણ કૌભાંડ!

આ ડસ્ટબીન સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલરના 2018-19 ના બજેટમાંથી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2021 માં AMC ની ચૂંટણી બાદ નવા કાઉન્સિલર આવ્યા છતાં જુના કાઉન્સિલરના ડસ્ટબીન ધૂળ ખાઈ રહ્યા છે.  

તંત્રમાં કૌભાંડીઓનો રાફડો ફાટ્યો! શરમ કરો કચરાપેટીમાં પણ કૌભાંડ!

સપના શર્મા, અમદાવાદઃ એક તરફ શહેર સ્વચ્છ અને સ્વસ્થ્ય રહે તે માટે AMC પ્રયત્નો કરતી જોવા મળે છે તો બીજી તરફ ઉસ્માનપુરા ખાતે વાડજ વોર્ડની જૂની સબ ઝોનલ કચેરીએ આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  

ડસ્ટબીન ખંબાતી તાળાની અંદર ધૂળ ખાઈ રહ્યા છે.
અહીં મોટી સંખ્યામાં ત્રણ વર્ષ પહેલાના કાઉન્સીલરના બજેટમાં બનેલા ડસ્ટબીન ખંબાતી તાળાની અંદર ધૂળ ખાઈ રહ્યા છે. આ ડસ્ટબીન સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલરના 2018-19 ના બજેટમાંથી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2021 માં AMC ની ચૂંટણી બાદ નવા કાઉન્સિલર આવ્યા છતાં જુના કાઉન્સિલરના ડસ્ટબીન ધૂળ ખાઈ રહ્યા છે.  

લીલા અને ભૂરા રંગના જુદા જુદા ડસ્ટબીન બનાવવામાં આવ્યા
હાલમાં જ AMC સ્વચ્છતા સર્વેક્ષણને લઇ મોટી ટ્રીગર ઇવેન્ટ શરૂ કરી છે. જેમાં લોકોને સૂકો અને ભીનો કચરો જુદો જુદો આપવા સમજાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ સૂકો અને ભીનો કચરો જુદો રાખવા લીલા અને ભૂરા રંગના જુદા જુદા ડસ્ટબીન બનાવવામાં આવ્યા પણ લોકોને આપવામાં જ ન આવ્યા. 

અગાઉ AMC ના કમિશનરે સર્ક્યુલર કર્યો હતો 
અગાઉ AMC ના કમિશનરે ત્રણ વર્ષ પહેલા કાઉન્સિલરના બજેટમાંથી ડસ્ટબીન ફાળવવાને લઇ ઠરાવ કર્યો હતો. આ ઠરાવમાં  કાઉન્સિલરના બજેટમાંથી ડસ્ટબીન  ફાળવવા ઉપર રોક લગાવવામાં આવી હતી. એ  સર્ક્યુલર પહેલા આ ડસ્ટબીન માટે  બજેટ ફાળવામાં ફાળવામાં આવ્યું છતાં વિતરણ ન થયું. 

શું કહેવું છે સ્થાનિક કાઉન્સિલરનું? 
આ મામલે સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલર પ્રદિવ દવેએ ZEE 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે અગાઉ કોરોના અને ત્યારબાદ આચારસંહિતા લાગુ હોવાને કારણે ડસ્ટબીનનું વિતરણ થઇ શક્યું નથી, પણ હવેથી ડસ્ટબીન આપવાનું શરૂ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news