AHMEDABAD માં લોકડાઉનમાં પણ ધમધમતો હતો હુક્કાબાર પોલીસે પાડ્યો દરોડો અને...

AHMEDABAD માં લોકડાઉનમાં પણ ધમધમતો હતો હુક્કાબાર પોલીસે પાડ્યો દરોડો અને...

* હુક્કાબાર પર પોલીસના દરોડા
* ઘણા વર્ષો બાદ શહેરમાં શરુ થયું હતું હુક્કાબાર
* સરખેજ જુહાપુરા નજીક આવેલી સોસાયટીમ ચાલતું હતું હુક્કાબાર
* સાત જેટલા નબીરાઓની વેજલપુર પોલીસે કરી છે ધરપકડ

અમદાવાદ : વેજલપુર વિસ્તારમાં આવેલ પ્રાચીના સોસાયટીમાં ચાલતા હુક્કાબારમાં પોલીસે દરોડા પાડીને સાત નબીરાઓની ધરપકડ કરી લીધી છે સાથે સાથે પાંચ જેટલા હુક્કા તથા તેની ફ્લેવર વેજલપુર પોલીસે કબજે કરી લીધી છે. વેજલપુર પોલીસની ગિરફતમાં ઉભેલા આ તમમાં શખ્શોને હુક્કો પીવો ભારે પડી ગયો છે જુહાપુર નજીક આવેલી પ્રાચીના સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી આ હુક્ક્બર ધમધતું હતું જેમાં આજે વેજલપુર પોલીસે દરોડા પાડીને કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે

છેલ્લા થોડાક દિવસોથી અમદાવાદના વેજલપુર જુહાપુરા વિસ્તારમાં એક મકાનની અંદર હુક્કાબાર ચાલુ થયું હતું જેમાં આઈપીએલ મેચ પણ જોતા જોતા હુક્કો પીવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાની વાત પોલીસ કંટ્રોલને મળી હતી જેના આધારે વેજલપુર પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં શરૂઆતમાં ૧૧ લોકો આ મકાન માંથી મળી આવ્યા હતા પરંતુ બાદમાં પોલીસ માત્ર 07 લોકોની ધરપકડ કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news