હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ઈસ્લામ સ્વીકારવા ધમકાવી, ઓળખ છુપાવી પ્રેમી બન્યો

The Kerala Story : ગુજરાતમાં ધી કેરાલા સ્ટોરી જેવો ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે... આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો 

હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ઈસ્લામ સ્વીકારવા ધમકાવી, ઓળખ છુપાવી પ્રેમી બન્યો

Gujarat Highcourt : સમગ્ર દેશમાં ચર્ચા અને વિવાદો સપડાયેલી ‘ધી કેરાલા સ્ટોરી’ ફિલ્મ જેવી સ્ટોરી ધરાવતો ચોકાવનારો મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેમાં અમદાવાદના સ્પામાં કામ કરતી એક યુવતીને મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અવાનર નવાર તેની પર બળાત્કાર કર્યો હતો. બાદમાં અંગત પળોના વીડિયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી તેને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. આ યુવકે યુવતીને સાડા પાંચ લાખ રૂપિયા અથવા ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ સ્વીકારી તેની સાથે લગ્ન કરવા માટે ધમકાવતાં આખરે યુવતી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. 

ધી કેરાલા સ્ટોરી જેવા આ મામલામાં યુવકના વકીલે પ્રેમ પ્રકરણ પર ભાર મૂક્યો હતો પણ આ કેસ એ સાધારણ નથી. યુવકે રીતસર અંગત પળોના વીડિયો ઉતારી પરિણીતાને બ્લેકમેઈલ કરવાની સાથે માનસિક અને શારીરિક અત્યાચાર પણ કરતાં યુવતીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. 

આ કેસમાં સૌથી મોટી બાબત જ એ છે કે યુવકે હિન્દુ બનીને સ્પામાં કામ કરતી પરિણીત યુવતીને ફસાવી હતી અને તેની પર વારંવાર બળાત્કાર કર્યો હતો અને તેને બ્લેકમેઈલ કરી હતી. આ કેસમાં કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, આ કેસ પ્રેમ પ્રકરણનો હોય તો યુવકે હિન્દુ હોવાનો ડોળ કરી આ કેસમાં પરિણીતા સાથે છેતરપિંડી કરવાની જરૂર નહોતી. યુવકનો શરૂઆતથી ઈરાદો ખરાબ હતો. જેથી કોર્ટે જામીન આપ્યા ન હતા. આ કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ત્યાં સુધી બહાર આવ્યો ન હતો પણ યુવક કોર્ટમાં જામીન માટે સમગ્ર ઘટના બહાર આવી છે. 

આ કેસમાં વિગતો એવી છે કે અમદાવાદના પોશ વિસ્તારના એક સ્પામાં કામ કરતી એક પરિણીત મહિલાને સ્પામાં આવતો આ યુવક વારંવાર તેની પાસે જ મસાજ કરાવતો હતો અને નંબર માગીને બીજા યુવકો પણ તેની પાસે જ મસાજ કરાવશે એવી લાલચ આપી હતી. આ કેસમાં ફરિયાદ બહુ જ જૂની છે પણ કેસ કેમ પ્રકાશમાં આવ્યો એ પણ એક મોટો સવાલ છે. કારણ કે પીડિતાએ પતિની મદદથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 20 નવેમ્બર 2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આટલા સમય સુધી પોલીસે કેમ ધરપકડની કાર્યવાહી ન કરી એ પણ ચર્ચાનો વિષય છે. પરીણીતા પાસેથી તે અવારનાર રૂપિયા લેતા હતો. જેમાં એક વાર પરિણીતાને ગૂગલ પે પર રૂપિયા પરત મળ્યા ત્યારે ખબર પડી કે તે મુસ્લિમ છે. આમ પરિણીતાને બ્લેકમેઇલ કરી વારંવાર એની સાથે સતત બળાત્કાર થતાં પરીણિતાએ આ મામલે પતિની મદદ લેતાં આખરે એમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં ધ કેરાલા સ્ટોરીનો મામલો વાયરલ છે ત્યારે આ ઘટના પ્રકાશમાં આવતાં ચર્ચાના એરણે ચડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news