કોરોનાના કેસ વધતા જામનગર ગ્રેઇન માર્કેટ હવે માત્ર પાંચ કલાક જ ખુલ્લું રહેશે

જામનગરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જોતા ગ્રેઇન માર્કેટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આ માર્કેટ સવારે 9થી બપોરે 2 કલાક સુધી ખુલ્લું રહેશે. 
 

કોરોનાના કેસ વધતા જામનગર ગ્રેઇન માર્કેટ હવે માત્ર પાંચ કલાક જ ખુલ્લું રહેશે

મુસ્તાક દલ/જામનગરઃ  જામનગરમાં કોરોનાના (Corona Virus)ના વધતા સંક્રમણને ધ્યાને લઇને જામનગર શહેર અને જિલ્લાની હોલસેલ તેમજ રિટેલની સૌથી મોટી માર્કેટ એવી ગ્રેઇન માર્કેટના ધ સીડસ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ લાલની આગેવાની હેઠળ તમામ વેપારીઓ દ્વારા અનલોક-1 મા સરકારની છૂટછાટ હોવા છતાં પણ આવતીકાલથી (24 જૂન) સવારે 9થી બપોરના 2 વાગ્યાના સમય સિવાય વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જામનગર શહેરમાં કોરોનાનું વધતુ સંક્રમણ અટકાવી શકાય.

જામનગરમાં અનલોક-1 માં કોરોના પોઝિટિવની સંખ્યામાં જે ગતિએ વધારો તથા હાલ 150 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે અને એમાં પણ જામનગરની ગ્રેઇન માર્કેટ ખૂબ જ વધુ અને હજારોની સંખ્યામાં અવર જવર ધરાવતો વિસ્તાર છે. તેમજ ગ્રેઇન માર્કેટમા જામનગર શહેર અને જિલ્લાભરના વેપારીઓ તેમજ લોકો દ્વારા હોલસેલ અને રિટેલ ખરીદી કરાતી હોય જેથી ધંધો કરતા વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા રિટેલ વેપારીઓ અને લોકોમાં કોરોના નું સંક્રમણ વધે નહીં. જેને લઈને જામનગરની ગ્રેઇનન માર્કેટના ધ સીડસ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના તમામ વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ અનિશ્ચિત સમય સુધી પોતાનો વેપાર સવારે 9 વાગ્યે થી શરૂ કરી બપોરે 2 વાગ્યા સુધી જ કરવામાં આવશે. 

ત્યાર બાદ વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી જામનગરમાં કોરોના નું સંક્રમણ ઘટે નહીં ત્યાં સુધી તેમજ અન્ય કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી આ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય વેપારીઓ દ્વારા યથાવત રાખવામાં આવશે. જ્યારે વેપારીઓના આ મહત્ત્વના નિર્ણયને લોકો અને તંત્ર દ્વારા પણ આવકાર મળ્યો છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news