અમદાવાદના બાપુનગરની વિદ્યાર્થીનીનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ, ખુબ જ સંઘર્ષરત્ત રહ્યું જીવન
અમદાવાદની ગરીબ પરિવારની ઉર્વશી પરમારનું ભારતની ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે ઉર્વશી પરમાર. દર રવિવારે અમદાવાદથી વડોદરા અપડાઉન કરવા ઉપરાંત અનેક સંઘર્ષો કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બાપુનગર વિસ્તારમાં રહેતી દિવ્યાંગ મહિલા ક્રિકેટર ઉર્વશી પરમારનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા ફીઝીકલ ચેલેન્જડ ક્રિકેટ ટીમમાં ઉર્વશી પરમારનું સમાવેશ થતા પરિવાર અને આસપાસનાં વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
Trending Photos
અમિત રાજપુત/અમદાવાદ : અમદાવાદની ગરીબ પરિવારની ઉર્વશી પરમારનું ભારતની ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે ઉર્વશી પરમાર. દર રવિવારે અમદાવાદથી વડોદરા અપડાઉન કરવા ઉપરાંત અનેક સંઘર્ષો કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બાપુનગર વિસ્તારમાં રહેતી દિવ્યાંગ મહિલા ક્રિકેટર ઉર્વશી પરમારનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા ફીઝીકલ ચેલેન્જડ ક્રિકેટ ટીમમાં ઉર્વશી પરમારનું સમાવેશ થતા પરિવાર અને આસપાસનાં વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
દર રવિવારે અમદાવાદ થી બરોડા અપડાઉન કરીને સંઘર્ષ કરીને બન્યા ક્રિકેટર બનવા સુધીની તેમની સફર ખુબ જ સંઘર્ષરત્ત રહ્યા છે. ઘણી વખત બસમાં જગ્યા નહી મળવાનાં કારણે દિવ્યાંગ હોવા છતા પણ ઉભા-ઉભા બરોડા જઈને પ્રેક્ટિસ કરતા હતા. બાંગ્લાદેશ સામેની શ્રેણી રમવા માટે ટીમ ઇન્ડિયામાં થયો સમાવેશ, ઉર્વશી પરમાર પાસે પ્રેક્ટિસ માટે પુરતા ક્રિકેટના સાધનોનો અભાવ હોવા છતા તેમણે ખુબ જ પ્રેક્ટિસ કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉર્વશી વિકેટકીપર બેટ્સમેન તરીકે થયો સમાવેશ થયો છે.
ઉર્વશી પોતાનાં ક્રિકેટ ક્ષેત્રમાં મહેન્દ્રસિંહ ધોનીને પોતાનાં આઇડલ માને છે. મહેન્દ્રસિંહ ધોનીને જોઇને જ તેમણે વિકેટકિપિંગ પર પણ હાથ અજમાવ્યો છે. સીરીઝ રમ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહેન્દ્રસિંહ ધોનીને મળવા માટેની ઇચ્છા પણ વ્યક્ત કરી ચુક્યા છે. સરકાર અને તંત્ર પાસે ક્રિકેટની પ્રેક્ટિસના સાધનો મળે તો પોતાનાં પર્ફોમન્સમાં ઘણો સુધારો થઇ શકે છે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે કેટલીક ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે