પત્નીને ખુશ કરવા નકલી PSI બનીને ફરતો હતો યુવક, પોલીસે પકડીને 'નટવરલાલ'ની બરાબર સર્વિસ કરી!
PMO ઓફિસર બનીને અનેક લોકોને ચૂનો લગાડનાર મહાઠગ કિરણ પટેલ હજુ લોકોને ભુલાયો નથી ત્યાં વધુ એક મહાઠગ ગુંજન કાંતીયા નકલી NIA ના PSI તરીકે ઝડપાયો છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં નકલી પોલીસ તો અનેક વખત ઝડપાય છે, પરંતુ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ સરકારી કચેરીઓમાં અને સર્કિટ હાઉસમાં લાભ લેનાર કરનાર મહાઠગ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે પત્ની એ પ્રભાવિત કરવા માટે અમદાવાદ NIA ની કચેરી માં ઘુસી ગયો હતો.
PMO ઓફિસર બનીને અનેક લોકોને ચૂનો લગાડનાર મહાઠગ કિરણ પટેલ હજુ લોકોને ભુલાયો નથી ત્યાં વધુ એક મહાઠગ ગુંજન કાંતીયા નકલી NIA ના PSI તરીકે ઝડપાયો છે, જેની પાસેથી એક નહીં પરંતુ 3 અલગ અલગ સરકારી વિભાગના આઈ કાર્ડ મળી આવ્યા છે. અમદાવાદ ના SG હાઈવે ઉપર આવેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA માં પોતે NIA નો પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે હોવા ની ઓળખાણ આપી પ્રવેશ તો કર્યો પણ બહાર આવ્યો તો આરોપી બની ગયો હતો.
ગુંજન કાંતીયા ની પત્ની વારમ વાર પૂછી રહી હતી કે તમે શું કામ કરો છો ત્યારે ગુંજન કાંતીયા એ જવાબ આપ્યો હતો કે તે સરકાર માં ગુપ્ત કામગીરી કરે છે અને શું કામગીરી કરે છે અને પત્ની ને પ્રભાવિત કરવા માં માટે આ નકલી PSI અમદાવાદ ખાતે ની NIA ની કચેરીમાં પોતાની ઓળખ આપી પત્નીને લઈ જઈ પત્ની ને બહાર ગાડીમાં બેસાડી અંદર પ્રવેશ કરતા જ તેને પકડીને તપાસ કરતાં તેની પાસેથી ત્રણ બોગસ આઈ કાર્ડ મળી આવ્યા છે. આ મામલે ગાંધીનગરમાં રહેતા અને મૂળ અમરેલી ના યુવકની ધરપકડ કરી તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
જ્યાં ગરીબ ખેડૂતના દીકરાએ હાથ નાખ્યો ત્યાંથી સોનું જ નીકળ્યું, આજે 11400કરોડના માલિક
આ સમગ્ર મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગુજરાત એટીએસની કચેરી ખાતે પીએસઆઈ ફરજ ઉપર હાજર હતા, તે દરમિયાન એનઆઇએ કચેરીના અધિકારી ગુંજન કાંતીયા ને પકડીને એટીએસની કચેરી ખાતે લાવ્યા હતા. જે યુવકે પોતે NIA ઓફિસર તરીકે ની ઓળખાણ આપી હતી અને અધિકારીઓને તેના ઉપર શંકા જતા તેને પકડીને એટીએસ ખાતે લાવ્યા હતા એટીએસ ખાતે ગુંજન કાંતીયા ની પ્રાથમિક પૂછ પરછ કરતા કોઈ મોટી માહિતી સામે ન આવતા સોલા પોલીસે ને હવાલે કર્યો હતો.
સોલા પોલીસે ગુંજન કાંતીયાની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ગુંજન હિરેનભાઈ ઉંમર (31) અને તે 72 કાશ્મીરવેલી અલુવા ગાંધીનગર ખાતે રહેતો હોય અને મૂળ અમરેલી નો વતની હોવાનું જણાવ્યું હતું. યુવકની તપાસ કરતા તેની પાસેથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંડરટેકિંગ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી નું આઈ કાર્ડ મળ્યું હતું. જેમાં ગુંજન હિરેનભાઈ કાંતિયા રેન્ક સબ ઇન્સ્પેક્ટર (ડેપ્યુટેશન) લખેલું હોય અને એન.કે ત્યાગી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એડમીન) NIAની સહી કરેલી હતી.
ત્યારે આરોપી ગુંજન કાંતીયા અન્ય આઈ કાર્ડ ની તપાસ કરતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ લખેલું હોય, જેમા હોદ્દો જુનિયર ટાઉન પ્લાનર IES ગ્રેડ 2 લખેલું હતું. તેમજ ઇસ્યુઈંગ ઓથોરિટી ડેબાસિસ બિસ્વાલ ડેપ્યુટી સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ની સહી કરેલી હતી. ત્રીજું આઈકાર્ડ તપાસતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ લખેલું હોય, જેમાં ગુંજન કાંતિયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ની ઓળખ હોય, જેમાં એન્જિનિયર પંચાયત સર્કલ રાજકોટ ના હોદ્દા ઉપર સહી કરેલ હોય તે પ્રકારના અલગ અલગ આઈ કાર્ડ મળી આવ્યા હતા.
આ મામલે ગુજરાત એટીએસની ટીમે યુવકને આઈ કાર્ડ બનાવવા બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ કાર્ડનો ઉપયોગ તે અલગ અલગ કચેરીઓમાં જતો ત્યારે કરતો હતો. આ સિવાય સરકારી વિશ્રામ ગૃહમાં રોકાવાનું થાય તો ત્યાં પણ કરતો હતો અને 1 ઓગસ્ટના રોજ પોતાની પત્નીને પોતે NIA માં નોકરી કરતો હોય તેમ બતાવવા માટે એસ્ટર ગાડી લઈને આવ્યો હતો અને પત્નીને ગાડીમાં બેસવાનું જણાવી પોતે ઓફિસમાં જઈને આવે છે, તેવું કહ્યું હતું.
છારોડી ખાતેની NIA કચેરીમાં પ્રવેશતા જ તેને સિક્યુરિટી ગાર્ડને પોતાનું આઈકાર્ડ બતાવ્યું હતું અને કચેરીમાં ગયો હતો. જોકે ત્યાંના અધિકારી ઓને શંકા જતા તે પકડાઈ ગયો હતો. ATS એ આ આઈ કાર્ડ બનાવવા બાબતે તેને પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે ઓનલાઇન વેબસાઇટ મારફતે અલગ અલગ લોગો મેળવી પોતાના કોમ્પ્યુટર માં કાર્ડ બનાવ્યા હતા. ઝડપાયેલ ગુંજન કાંતીયા એ સિવિલ એન્જીનયર તરીકે અભ્યાસ કરેલ છે અને મોડાસા ખાતે વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે ત્યારે સોલા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે