હવસખોર શિક્ષકની ક્રૂર હેવાનિયત; બે વાર દુષ્કર્મ ગુજાર્યા બાદ 14 વર્ષીય સગીરાની આંગળી કરડી ખાધી
શાળાનો મુખ્ય શિક્ષકે શિક્ષણ જગતની ગરીમાને લજવી હેવાન બનતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સાપુતારા પોલીસ મથકે એક 14 વર્ષની વિધાર્થીની પર બળત્કાર કરવાનો તેમજ તેની આંગળી કરડી નાખી હેવાનિયત કરવાનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
Trending Photos
ઝી બ્યુરો/ડાંગ: રાજ્યના ડાંગ જિલ્લામાંથી શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ડાંગના બરમ્યાવડ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષકે નશો કરી 14 વર્ષની સગીર વયની વિદ્યાર્થીનીને ધમકાવી ડરાવીને બે વાર પોતાની હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ ભોગ બનનાર પીડિતાને શારીરિક પીડા થતા તેણીએ આ વાત તેની મોટી બહેનને કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ડાંગના બરમ્યાવડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સામે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.
ડાંગના બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષકે શિક્ષણ જગતની ગરીમાને લજવી હેવાન બનતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સાપુતારા પોલીસ મથકે એક 14 વર્ષની વિધાર્થીની પર બળત્કાર કરવાનો તેમજ તેની આંગળી કરડી નાખી હેવાનિયત કરવાનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ જગતમાં શર્મનાક કિસ્સો પ્રકાશમાં આવતા ચારેબાજુ શિક્ષક પર ફટકાર વરસી રહી છે.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક જેનું નામ મધુભાઈ રાઠોડ છે. તે અવારનવાર દારૂનો નશો કરીને શાળાએ આવતો હતો. તેમજ ગામની સ્ત્રીઓ સાથે પણ ગેરવર્તણુક અને અભદ્ર વર્તન કરતો જેના કારણે આખરે કંટાળીને સ્થાનિકોએ મુખ્ય શિક્ષકની બદલીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. આહવા તાલુકાની બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક કન્યા છાત્રાલયમાં રહેતી એક 14 વર્ષની વિધાર્થીનીને છાત્રાલય નો રૂમ.નં 4 માં ખેંચીને લઇ જઈ રૂમનો દરવાજો બંધ કરી બળજબરીથી કપડાં કાઢી નાખી વિધાર્થીનીની મરજી વિરૂધ્ધ બળત્કાર કર્યો હતો અને તેને માર મારી જમણાં હાથની મોટી આંગળી કરડી દઈ ધમકી આપી હતી.
આ શિક્ષક વિરૂધ્ધ હોબાળો થતા ભોગ બનનાર વિધાર્થીનીની માતાએ લંપટ શિક્ષક વિરૂધ્ધ બળત્કારનો ગુનો નોંધાવતા સાપુતારાના પી.એસ.આઈ. નિખિલ ભોયાએ બળાત્કાર અને પોસ્કોનો ગુનો નોંધતા આગળની વધુ તપાસ સર્કલ પી.આઈ. એચ.બી. બાલીયા એ હાથ ધરી છે. ડાંગ પોલીસ અધિક્ષક યશપાલ જગણીયાના માર્ગ દર્શન હેઠળ ડાંગ પોલીસે ચાર ટીમ બનાવી ફરાર લંપટ શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે