Election 2024: તુટતી કોંગ્રેસ અને જીતતી ભાજપ: કોંગ્રેસ ક્યાં ક્યાં થીંગડાં મારશે, 26 ઉમેદવારોના ફાંફા
ગુજરાતમાં ભાજપ સતત મજબૂત થઈ રહ્યું છે. એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસની ડૂબતી નૈયા ઊગારવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ પણ ગુજરાતમાં ધામા નાંખી તૈયારીઓ શરૂ કરી છે.
Trending Photos
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં ભાજપ સતત મજબૂત થઈ રહ્યું છે. એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસની ડૂબતી નૈયા ઊગારવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ પણ ગુજરાતમાં ધામા નાંખી તૈયારીઓ શરૂ કરી છે.
- એક સાંધે ત્યાં તેર તુટે તેવી કોંગ્રેસની સ્થિતિ
- રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા જ પડી રહી છે વિકેટો
- કોઈ નવું આવતું નથી અને જૂના જઈ રહ્યા છે
- લોકસભામાં કોને ઉમેદવાર બનાવશે કોંગ્રેસ?
- શું ફરી જૂના જોગીઓ જ મેદાનમાં ઉતરશે?
ભાવનગર બાદ ગુજરાતના આ શહેરમાં લાગુ થઈ શકે છે અશાંતધારો, પ્રોપર્ટી ખરીદતા વિચારજો
ગુજરાત કોંગ્રેસના પ્રભારી લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ગુજરાતમાં આવ્યા છે. મુકુલ વાસનીક ગુજરાત આવી કોંગ્રેસમાં નવો પ્રાણ પુરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ પ્રાણ પૂરાશે તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે કોંગ્રેસમાં હાલ સ્થિતિ એટલી વિકટ છે કે તે એક સાંધે અને તેર તુટી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં અન્ય કોઈ પાર્ટીમાં કોઈ આવી રહ્યું નથી અને જે છે તે છોડીને જઈ રહ્યા છે. કોંગ્રેસના અનેક મોટા અને દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. જેમાં થોડા સમય પહેલા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા એક છે. તો 28 ફેબ્રુઆરીએ જ કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં પણ મોટો ફટકો પડ્યો છે. બનાસકાંઠાના ધાનેરાથી પૂર્વ ધારાસભ્ય અને 2014માં લોકસભા ચૂંટણી લડેલા જોઈતા પટેલે કોંગ્રેસ છોડી દીધી છે. જોઈતા પટેલ થોડા સમયમાં ભાજપમાં સામેલ થશે તે નક્કી છે.
મોટા નેતાઓની સાથે નાના નાના કાર્યકરો પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી કોઈ બોધપાઠ લેવા માટે તૈયાર હોય તેમ લાગતું નથી. પોતાના કાર્યકરો અને નેતાઓને સાચવી શક્તી નથી. અને તેનું જ પરિણામ તેને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભોગવવું પડ્યું. ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો સાથે ગાંધીનગરની ગાદી મેળવવાનો રેકોર્ડ પહેલા કોંગ્રેસના માધવસિંહ સોલંકીને નામે હતો. પરંતુ આ રેકોર્ડ ભાજપના ભુપેન્દ્ર પટેલે 2022માં તોડી નાંખ્યો....અને રેકોર્ડબ્રેક 156 બેઠકો સાથે ગાંધીનગરનો ગઠ કબજે કર્યો.
- ગુજરાતમાં સૌથી વધુ બેઠકોનો રેકોર્ડ પહેલા માધવસિંહ સોલંકીને નામે હતો
- કોંગ્રેસનો રેકોર્ડ ભાજપના ભુપેન્દ્ર પટેલે 2022માં તોડી નાંખ્યો
- રેકોર્ડબ્રેક 156 બેઠકો સાથે ગાંધીનગરનો ગઢ કબજે કર્યો
કાચા પોચા VIDEO જોવાનુ ટાળજો! સુદર્શન સેતુની ટોચ પર ચઢ્યા યુવાનો, શ્વાસ અધ્ધર થઈ જશે
હવે ડૂબી રહેલી નૈયાને ઉગારવા માટે અને લોકસભાની ચૂંટણીમાં શાખ બચાવવા માટે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક ગુજરાતમાં આવ્યા છે. કોંગ્રેસમાં ક્યાં ક્યાં થીગડા તેઓ મારશે તે એક પ્રશ્ન છે. દિગ્ગજ કોંગ્રેસી નેતા, રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી રહેલા શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવી નવો પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો. પરંતુ શક્તિસિંહ સુકાની બન્યા બાદ પણ કોંગ્રેસ સતત તૂટી રહી છે. કટ્ટર વિરોધી પાર્ટીને પણ બેઠકો ધરવી પડી છે.
ગુજરાતની 26 બેઠકો પર કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ક્યાંથી મળશે. સ્થિતિ એટલી વિકટ છે કે કોંગ્રેસ પાસે વિધાનસભામાં પણ 26 ધારાસભ્યો નથી. તેથી કોંગ્રેસ પાસે હારેલા ઉમેદવારોને લડાવા સિવાય કોઈ વિકલ્પ નથી. આવી ખરાબ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ કેવી રીતે મોદીની આંધી સામે લડશે તે સવાલ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ સતાવી રહ્યો છે. કોંગ્રેસની હાલ જે દશા છે તેની પાછળ તેના બની બેઠેલા નેતાઓ જ જવાબદાર છે. કારણ કે જો તેમણે, વક્ત રહતે પસીના બહાયા હોતા તો આજ આંસૂ બહાના ન પડતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે