પોતાનાં ખાતામાંથી પૈસા ઉપડી જતા દાદીએ કરી ફરિયાદ, પૌલીસ પૌત્રને પકડ્યો ત્યારે ખબર પડી કે...

યુવાનોનું ઓનલાઇન ગેમ રમવાનું વળગણ ક્યારેક પરિવારના બેંક બેલેન્સ પણ સાફ કરી શકે છે. આવો જ એક બનાવ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બંનેનું સામે આવ્યું જેમાં પૌત્ર એ દાદીના જ બેંક એકાઉન્ટમાંથી ૨.૭૧ લાખ રૂપિયાની રકમની ઉચાપત કરતા સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાઇ.

પોતાનાં ખાતામાંથી પૈસા ઉપડી જતા દાદીએ કરી ફરિયાદ, પૌલીસ પૌત્રને પકડ્યો ત્યારે ખબર પડી કે...

મૌલિક ધામેચા / અમદાવાદ : યુવાનોનું ઓનલાઇન ગેમ રમવાનું વળગણ ક્યારેક પરિવારના બેંક બેલેન્સ પણ સાફ કરી શકે છે. આવો જ એક બનાવ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બંનેનું સામે આવ્યું જેમાં પૌત્ર એ દાદીના જ બેંક એકાઉન્ટમાંથી ૨.૭૧ લાખ રૂપિયાની રકમની ઉચાપત કરતા સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાઇ.

આજકાલ સોશિયલ મીડિયાને રવાડે ચઢેલા યુવાધન પોતાના મોજશોખ કરવા અને રૂપિયા ઉડાવી રહ્યુ છે. ત્યારે પરિવારજનો પણ તેમનું ધ્યાન રાખવાને બદલે તેમના મોજશોખને પુરા કરવામાં તમામ રૂપિયા ઉડાવી રહ્યા છે એટલું જ નહીં તેનું ભવિષ્ય પણ પરિવારજનો જ બગાડી રહ્યા હોય એવા અનેક કિસ્સાઓ પણ પોલીસ ચોપડે નોંધાઈ છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં દાદી ના ખાતામાં રહેલા રૂપિયા પોતાના જ પૌત્ર એ મોજશોખ માટે ઉડાવી દીધા.  

બનાવની હકીકત ની વાત કરીએ તો થોડા સમય પહેલા વૃદ્ધ મહિલાના એકાઉન્ટમાં રહેલા લાખો રૂપિયા ઉડી જતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી જે અંગે સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ ના આધારે અને બેન્ક રજીસ્ટર મોબાઈલ નંબરની તપાસ કરતા માલુમ પડ્યું કે અજાણ્યા મોબાઇલમાં યુપીઆઈ આઈડી થી અનેક ટ્રાન્જેક્શન થયા છે.. જે ડિવાઈસના આધારે પોલીસે લોકેશન મેળવતા ફરિયાદીના પૌત્ર દેવ શાહ દ્વારા આ કરતૂત કરવામાં આવી હોવાનું સામે આવ્યું.

જો કે પોલીસે વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે પોતે પબજી અને લુડો ગેમ રમવાનો શોખીન હતો અને પોતાના મોજશોખ પુરા કરવા માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં દાદીના બેંક એકાઉન્ટમાંથી બેલેન્સ ઉપાડી લેતો આ માટે આરોપી દેવ શાહે  દાદી ના બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર રિચાર્જ ન કરાવવાથી બંધ થઈ જતા મોબાઇલમાં રીચાર્જ કરાવી નંબર ચાલુ કરી તે જ નંબરનું પેટીએમ એકાઉન્ટ બનાવીને દાદી ના ખાતા નું ડેબિટ કાર્ડ યુપીઆઈ માં રજીસ્ટર કરી ટુકડે ટુકડે રૂપિયા ઉપાડી લીધા હોવાનું કબૂલ્યું હતું. એટલું જ નહીં અત્યાર સુધીમાં આરોપી પૌત્ર એ રૂપિયા 2 લાખ 71 હજાર ટ્રાન્સફર કરીને મોજશોખ કરવા ઊંચાપત કર્યા હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news