સરકારનું 2500 અનાજ બારોબાર સગેવગે થાય તે પહેલા ઝડપાયું, ત્રણની અટકાયત
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફરી એકવાર ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું. પૂર્વ અમદાવાદના સત્યમનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પ્રકાશ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાનને પુરવઠા વિભાગ દ્વારા ફાળવવામાં આવેલો 2500 કિલો ઘઉંનો જથ્થો આરોપીઓ દ્વારા સગેવગે કરાય તે પહેલાં જ ઝોન 5 સ્ક્વોડે અનાજના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા.
એક તરફ સસ્તા અનાજની દુકાનમાંથી રેશનિંગ કાર્ડ ધારકોને અનાજ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો ગરીબોનું સસ્તું અનાજ બારોબાર વેચીને કૌભાંડ આચરી રહ્યા છે. જો કે પુરવઠા વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી ન કરાતા જાગૃત નાગરિક દ્વારા ઝોન 5 સ્ક્વોડને અનાજની હેરાફેરીની બાતમી આપવામાં આવી હતી. જે આધારે ઝોન 5 સ્ક્વોડ દ્વારા આ અનાજ જે વાહનમાં સગેવગે કરવામાં આવતું હતું તે વાહનને ઝડપી 5 આરોપીઓની અટકાયત કરી ઓઢવ પોલીસને સોંપવામાં આવ્યા છે.
ભાવનગર: ત્રીજી પત્નીની હત્યા કરી લાશ એક્ટિવામાં આગળ બેસાડીને નિકળ્યો યુવક અને...
સેકટર 5 સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સુશીલ જૈન 2 થી વધુ સસ્તા અનાજની દુકાનોના પરવાના ધરાવે છે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સુશીલ જૈન વર્ષોથી તેની સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આચરી રહ્યો છે..પણ સુશીલ જૈનની પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાના કારણે અધિકારીઓ પણ સુશીલ જૈન સામે કોઈ કાર્યવાહી કરવને બદલે છાવરતા હતા.જો કે જાગૃત નાગરિકની બાતમી આધારે ઝોન 5 સ્ક્વોડની ટીમે આરોપીને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.હાલ તો ઓઢવ પોલીસે 2500 કિલો ઘઉં રેશનિંગની દુકાનના છે કે કેમ તે અંગે પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવી ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે જો ઓઢવ પોલીસ દ્વારા આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે તો આ કૌભાંડમાં પૂરવઠા વિભાગના અધિકારીઓની પણ સંડોવણી સામે આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે