તલાટીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, મંડળે કરી જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. અત્યાર સુધી લાખો ઉમેદવારો પરીક્ષા માટે અરજી કરી ચુક્યા છે. 
 

તલાટીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, મંડળે કરી જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. હવે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વચ્ચે પસંદગી મંડળે ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખતા ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવી દીધી છે. પહેલાં ઓનલાઇન અરજી કરવાની તારીખ 15 ફેબ્રુઆરી હતી, પરંતુ હવે મંડળની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. 

28 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની થઈ હતી શરૂઆત
મંડળે કરેલી જાહેરાત પ્રમાણે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 28 જાન્યુઆરીથી કરવામાં આવી હતી અને તેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં પડી રહેલી મુશ્કેલીને જોતા ઓનલાઇન અરજીની તારીખ લંબાવીને 17 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. તો જે વિદ્યાર્થીને પોસ્ટ ઓફિસના માધ્યમથી ફી ભરવાની છે, તેની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે.

3437 જગ્યા પર થશે ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. અત્યાર સુધી લાખો ઉમેદવારો પરીક્ષા માટે અરજી કરી ચુક્યા છે. આ પરીક્ષા માટે ઓજસ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારબાદ જે લોકોને ફ્રી ભરવાની હોય તે ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસે જઈને ફી ભરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news