કોરોનાને કારણે ઓક્સિજનની માંગમા અચાનક ઉછાળો, કિંમત બેથી અઢી ગણી થઇ

કોરોનાને કારણે સમગ્ર ગુજરાતમાં ઓક્સિજનના સિલિન્ડરની માંગમાં અચાનક વધારો આવ્યો છે. બીજી તરફ હોસ્પિટલોને નવા સિલિન્ડર માટે 60 દિવસનું વેઇટિંગ કરવું પડી રહ્યું છે. કંપનીઓ અને સર્વિસ પ્રોવાઇડર પાસે જે સ્ટોક છે તે ધીરે ધીરે ખાલી થઇ રહ્યો છે. જેના કારણે ન માત્ર અમદાવાદ-રાજકોટ પરંતુ વડોદરા, સુરત સહિતના અનેક શહેરોમાં પણ સ્થિતી વિકટ થઇ રહી છે. બીજી તરફ દર્દીઓની સંખ્યામાં રોજ 1400 જેટલો વધારો સમગ્ર ગુજરાતમાં થઇ રહ્યો છે. 
કોરોનાને કારણે ઓક્સિજનની માંગમા અચાનક ઉછાળો, કિંમત બેથી અઢી ગણી થઇ

અમદાવાદ : કોરોનાને કારણે સમગ્ર ગુજરાતમાં ઓક્સિજનના સિલિન્ડરની માંગમાં અચાનક વધારો આવ્યો છે. બીજી તરફ હોસ્પિટલોને નવા સિલિન્ડર માટે 60 દિવસનું વેઇટિંગ કરવું પડી રહ્યું છે. કંપનીઓ અને સર્વિસ પ્રોવાઇડર પાસે જે સ્ટોક છે તે ધીરે ધીરે ખાલી થઇ રહ્યો છે. જેના કારણે ન માત્ર અમદાવાદ-રાજકોટ પરંતુ વડોદરા, સુરત સહિતના અનેક શહેરોમાં પણ સ્થિતી વિકટ થઇ રહી છે. બીજી તરફ દર્દીઓની સંખ્યામાં રોજ 1400 જેટલો વધારો સમગ્ર ગુજરાતમાં થઇ રહ્યો છે. 

બીજી તરફ કોરોના તરફનું અજ્ઞાન પણ એટલું જ કામ કરી રહ્યું છે. લોકો સમજી રહ્યા છે કે, કોરોના થયો અને હોમ આઇસોલેટ થાવ તો ફરજીયાત ઓક્સિજનની બોટલ રાખવી પડે. જેથી કોઇ સમસ્યા થાય કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો ઓક્સીજન આપી શકાય. લોકો ગભરાઇને ઓક્સિજનના બાટલા પોતાનાં ઘરમાં રાખી રહ્યા છે. જેના કારણે એક પ્રકારે માંગમાં ફુગાવો આવ્યો છે. 

આ અંગે વડોદરાનાં ઓક્સિજનનાં વેપારીએ કહ્યું કે, અગાઉ વડોદરામાં ઓક્સિજનની માંગ 15 લાખ લીટરની હતી. જો કે આજે રોજિંદી રીતે 6 કરોડ ટન રોજિંદી રીતે વપરાય રહ્યો છે. જે પૈકી 12થી 15 ટન એસએસજીમાં ગોત્રીમાં 18 ટનની આસપાસની માંગ છે. જેથી કહી શકાય છે સમગ્ર શહેરનો ત્રીજા ભાગનો ઓક્સિજન ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં જ વપરાય છે. 

ઓક્સિજનની બોટલમાં મુખ્યત્વે 7 ક્યુબીટ મીટરની બોટલો મળે છે કે જેની ક્ષમતા 5500 લીટરની હોય છે. આ ઉપરાંત 1.5 ક્યુબિક મીટરની હોય છે જેમાં 1200 લીટર જેટલો ગેસ ઓક્સિન છે. કોરોનાની અગાઉ કિંમત અનુક્રમે 150 અને 70 હતી. જે હાલમાં 350 અને 150 રૂપિયા થઇ ચુકી છે. જો કે સિલિન્ડરનો પરિવહન ખર્ચ 400 અને 180 રૂપિયા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news