બિલ્ડરે ગર્લફ્રેંડને કહ્યું, મને હવે તારામાં રસ નથી તારો રસ ચુસવાનો હતો તે ચુસાઈ ગયો હવે જતી રહે

સુરતમાં મહિલા સાથે સંબંધોનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો અને આ કિસ્સો સમાજનો વરવો ચહેરો બતાવે છે..

બિલ્ડરે ગર્લફ્રેંડને કહ્યું, મને હવે તારામાં રસ નથી તારો રસ ચુસવાનો હતો તે ચુસાઈ ગયો હવે જતી રહે

સુરત : શહેરના સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં બિલ્ડરે ફસાવી હતી. મહિલા સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બિલ્ડર પોતે પરિણીત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મહિલા સાથે અવારનવાર ફાર્મ હાઉસ અને હોટેલોમાં જઇને શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે આખરે બિલ્ડર પરિણીત હોવાનો ભાંડો ફુટ્યો હતો. આ અંગે મહિલાએ પુછતા ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘરે જઇને તેને ઢોર માર માર્યો હતો અને તેને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હવે તું મને ગમતી નથી, તારો રસ મેં ચુસી લીધો છે હવે તારામાં કાંઇ જ નથી બચ્યું તેમ કહીને જતો રહ્યો હતો. આખરે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

સરથાણા પોલીસે જણાવ્યું કે, બિલ્ડર સંજય બાબુ પોકળ (ઉ.વ 45, રહે. પુણાગામ) સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સણીયા હેમાદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાની ફરિયાદ બાદ બિલ્ડરને જેલના સળીયા પાછળ ધકેલી દેવાયો છે. ફરિયાદી મહિલાના અનુસાર તેના પતિ સાથે છુટાછેડા થઇ ગયા હતા. તે પોતાનાં 16 વર્ષના દિકરા અને 12 વર્ષની દિકરી સાથે રહે છે. મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડરની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી. ત્યારે સંજય સોસાયટીનો પ્રમુખ હોવાથી મિત્રતા કેળવાઇ હતી. પોતે અપરણીત હોવાનું કહીને તેની સાથે મિત્રના ફાર્મ હાઉસ, ડુમસની હોટલ સહિત અનેક સ્થળો પર શારીરિક સંબંધો બાંધ્યા હતા. 

મહિલાને પુણાગામથી ઘર ખાલી કરાવી સણીયા હેમાદ ખાતે ફ્લેટમાં રહેવા ગઇ ત્યારે બંન્ને ફ્લેટમાં પતિ પત્નીની જેમ હવનમાં પણ બેઠા હતા. તમામ પ્રસંગોએ બંન્ને પતિ પત્નીની જેમ જ વર્તતા હતા. દરમિયાન સંજય પરણિત હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંજયે તે પત્નીને છુટાછેડા આપવાનો હોવાનું જણાવીને લિવ ઇનના કરાર કર્યા હતા. જો કે આખરે પરણિતાએ આખરે કંટાળી લગ્ન માટે દબાણ કરતા તેને માર માર્યો હતો અને તારામાં હવે મને વધારે રસ નથી તેમ જણાવ્યું હતું. જેના પગલે આખલે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news