સુરત: ખોટા રસ્તા છોડી દેવાનું કહેતા ભાઇએ જ પોતાના ભાઇનું કાસળ કાઢી નાખ્યું

લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા ભાઇની જ ભાઇએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે

સુરત: ખોટા રસ્તા છોડી દેવાનું કહેતા ભાઇએ જ પોતાના ભાઇનું કાસળ કાઢી નાખ્યું

ચેતન પટેલ/ સુરત : સુરતના કતારગામ અને રાંદેર વચ્ચે આવેલી તાપી નદીના કોઝવે પરથી એક યુવાને સગાભાઇ પર ચપ્પુ દ્વારા જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં યુવાનનું મોત નિપજ્યું હતું. જો કે તેની હત્યાનાં પગલેપોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ભાઇ અને ભાઇ વચ્ચે ખોટો રસ્તો છોડવા મુદ્દે થયેલી માથાકુટમાંથી થઇ હતી. ઘટના અંગે મળતી માહિતી અનુસાર રાંદરના ઇકબાલ નગરમાં આરીફ રહેમાન સૈયદ પોતાની પત્ની અને ચાર બાળકો સાથે રહે છે. તે કેટરર્સના વ્યવસાય સાથે  સંકળાયેલા છે.

જો કે હત્યાનાં દિવસે વહેલી સવારે તે એક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કોઝવે નજીક તેને ભાઇ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે ઉભો હતો. તેણે પોતાનો ભાઇ આરીફ આવતાની સાથે જ સાગરિતો સાથે તેના પર તુટી પડ્યો હતો.હુમલો કર્યા બાદ તે ભાગી છુટ્યો હતો. જો કે તેના ઘર નજીક જ હુમલો થયા હોવાથી પરિવારના અને પાડોશીઓ દોડી આવ્યા હતા. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવાયો હતો. જે કે તે હોસ્પિટલ પહોંતે તે પહેલા જ તેનું મૃત્યું નિપજ્યું હતું.

પતિ લાઇટ બિલ ભરવાનું ભુલી ગયો કનેક્શન કપાઇ ગયા બાદ પત્નીએ કર્યું એવું કે...
પરિવારનાં જણાવ્યા અનુસાર 15 દિવસ અગાઉ બંન્ને ભાઇ આરીફ અને અલ્તાફ વચ્ચે મોટો ઝગડો થયો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે માથાકુટ થયા કરી હતી. અલ્તાફને વારંવાર આરિફ દ્વારા કહેવામાં આવતું કે તે સુધરી જાય અને સારા રસ્તા પર આવી જાય. જો કે પારિવારીક ભાઇઓમાં થતી આ સામાન્ય માથાકુટ હત્યા સુધી પહોંચી જશે તેવી ખબર નહોતી. હાલ તો પરિવારમાં ઘેરા શોકની વ્યાપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news