7 દિવસ પહેલા ગુમ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળતા ચકચાર

બાયડથી અપહરણ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગત 7 ફેબ્રુઆરીનાં દિવસે ચોઇલાનાં યુવાન દ્વારા તરૂણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ખડબી ગામનાં સગીરાનાં પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સગીરાને ભગાડી જનાર યુવકની અયકાયત કરવાની માંગ સાથે તેના સમગ્ર પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. બાયડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને સગીરાને ભગાડનાર યુવકની અટકાયત કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. 
7 દિવસ પહેલા ગુમ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળતા ચકચાર

સમીર બલોચ/અરવલ્લી : બાયડથી અપહરણ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગત 7 ફેબ્રુઆરીનાં દિવસે ચોઇલાનાં યુવાન દ્વારા તરૂણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ખડબી ગામનાં સગીરાનાં પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સગીરાને ભગાડી જનાર યુવકની અયકાયત કરવાની માંગ સાથે તેના સમગ્ર પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. બાયડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને સગીરાને ભગાડનાર યુવકની અટકાયત કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. 

ખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા
પરિવાર દ્વારા સગીરાનાં મૃતદેહને સ્વિકારવાની પણ મનાઇ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સગીરાનું પોસ્ટ મોર્ટમ નહી થવા દેવા માટે પણ પરિવાર મક્કમ છે. ઘટનાને પગલે ન માત્ર પોલીસ સ્ટેશન પરંતુ ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મુદ્દે ગામમાં પણ તણાવની સ્થિતી છે. પોલીસ સામે પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા યોગ્ય પાસ નહી થઇ હોવાનાં આક્ષેપો સાથે પરિવાર સહિત સમાજનાં લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news