વેબ સિરીઝની મોડલોને હોટલમાં બોલાવી મઝા માણતા હતા સુરતીલાલાઓ! એક ભૂલથી પર્દાફાશ

સુરતમાં વેસુની ધી પાર્ક સેલિબ્રેશનમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ. મુંબઈથી મોડલને બોલાવી ચલાવાઈ રહ્યો હતો દેહવ્યાપારનો ગોરખધંધો. મુક્ત કરાવાયેલી 4 મોડલે વેબ સિરીઝમાં કામ કર્યું હોવાનું અનુમાન.

વેબ સિરીઝની મોડલોને હોટલમાં બોલાવી મઝા માણતા હતા સુરતીલાલાઓ! એક ભૂલથી પર્દાફાશ

પ્રશાંત ઢીવરે/સુરત: મુંબઈથી મોડલો બોલાવી સુરતના પોશ વિસ્તારમાં સારા ઘરના નબીરાઓને સપ્લાય કરવાના હાઈ પ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઈમ બ્રાંચના એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર મોડલોને મુક્ત કરાવાની સાથે બે દલાલને વોન્ટેડ જાહેર કર્યા છે. 

સુરત એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટને બાતમી મળી હતી કે, વેસુ વીઆઈપી રોડ પાસે આવેલ એટલાન્ટિસ સ્ક્વેરમાં આવેલી ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટલમાં મુંબઈની કેટલીક મોડલો રોકાય છે. દલાલો યુવરાજ અને જાવેદ મારફતે આ મોડલોને નબીરાઓને સપ્લાય કરવામાં આવે છે. જેથી પોલીસે ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. દલાલ યુવરાજ ઉર્ફે રાજુ ઉર્ફે રાહુલને નિયમિત કસ્ટમરના રેફરન્સથી વોટ્સએપ પર હાઈ મેસેજ કરાયો હતો.રેફરન્સના કારણે દલાલ યુવરાજે વાતચીત કરી હતી અને બાદમાં અલગ- મોડલના ફોટા મોકલી આપ્યા હતા.

ડમી ગ્રાહકે ફોટા પરથી મોડલ સિલેક્ટ કરી હતી. ભાવ-તાલ નક્કી થયા બાદ વેસુની પાર્ક સેલિબ્રેશન હોટલથી થોડે દૂર કસ્ટમરને બોલાવાયો હતો. ડમી ગ્રાહક લક્ઝરીયસ કાર લઈ ગયો હતો.ગ્રાહકે મેસેજ કરતા જ મુંબઈની મોડલ યુવતીઓ ગણતરીની મિનિટોમાં જ આવી કારમાં બેસી ગઈ હતી. આ રીતે પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ કર્યો હતો. હોટલમાં જઈ ચેક કરતા વધુ ૩ મોડલો મળી આવી હતી. 18-22 વર્ષની ચારેય મોડલો મુંબઈની હતી. એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટે આ મામલે વેસુ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. 

પોલીસમાંથી મળતી માહિતી મુજબ ચાર મોડલ પૈકી એક મૂળ નેપાળની વતની છે. ચારેય બોલિવૂડ કે ટીવી સિરિયલમાં કામ મેળવવાના સપના સાથે માયા નગરી મુંબઇમાં સ્થાયી થઇ હતી. તેઓએ વેબસિરીઝમાં પણ નાના-મોટા રોલ કર્યા છે. જોકે, બોલિવૂડની ચમક-દમક વચ્ચે પોતાના શોખ પૂરા કરવા કહો કે મજબૂરીવશ મોડલો દેહવેપારની અંધારી દુનિયામાં ધકેલાઇ ગઇ છે. 

ખાનદાન ઘરના નબીરા, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ આ દલાલોના નિયમિત કસ્ટમરો હતા. વળી, અહીં મોડલો પણ દર સપ્તાહે બદલાઇ જતી હતી. દર અઠવાડિયે નવી-નવી મોડલો આવતી હતી. દલાલો યુવતીઓને વેસુની હોટલમાં માત્ર ઉતારો જ આપતા હતા. 

90 રૂમ ધરાવતી હોટલમાં વધુમાં 4 પૈકી બે મોડલ ગત તા. 28મીએ આવી હતી તો અન્ય બે મોડલ શનિવારે સવારે 09 વાગ્યે સુરત આવી હતી. આ યુવતીઓને હોટલમાં નહિ પણ કસ્ટમર કહે તે લોકેશન પર મોકલવામાં આવતી હતી. કસ્ટમર દ્વારા મોકલવામાં એડ્રેસ પર દલાલો મોડલને મૂકવા જતા હતા તો કેટલાક કસ્ટમરો ખુદ મોડલોને લેવા જતા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news