વડોદરામાં મોટી દુર્ઘટના ટળી! 3 વર્ષની બાળકીને વિકૃતના સંકજામાંથી બચાવી, દુષ્કર્મનો હતો ઈરાદો
વડોદરાના ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકીનું અપહરણ કરીને માનસિક વિકૃત શખ્સ ઓટો રીક્ષામાં ફરાર થઇ ગયો હતો. જોકે, બાળકીનું અપહરણ કરીને પોતાના ઘરે લઇ જનાર માનસિક વિકૃત શખ્સ માસૂમ બાળકી સાથે કોઇ અજુગતું પગલું ભરે તે પહેલાં ઝડપાઈ ગયો હતો.
Trending Photos
ચિરાગ જોશી/વડોદરા: વડોદરાથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 3 વર્ષની એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. વડોદરાના ડભોઈના રાધે કોમ્પલેક્ષ વિસ્તારમાંથી 3 વર્ષની બાળકીનું અપહરણ દુષ્કર્મના ઇરાદે થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
શું છે ઘટના ક્રમ?
ડભોઇ શહેરના રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં બે દિવસ પૂર્વે એક ત્રણ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. જે દરમિયાન એક અજાણ્યા ઈસમ દ્વારા ત્રણ વર્ષની બાળકીને પટાવી ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો હતો. સમગ્ર ઘટનાને ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, સાથે સાથે સીસીટીવીના માધ્યમથી અનેક જગ્યાઓ પર પૂછપરછનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
પોલીસને સફળતા કેવી રીતે મળી
સમગ્ર કેસમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન પોલીસે સીસીટીવીને વધુ મહત્વ આપી શહેરના તમામ સીસીટીવી અને ચેક કરવામાં આવ્યા હતા. જે સમય દરમિયાન એક લીલા કલરનો શર્ટ પહેરી ઈસમ શહેરના સિનોર ચોકડી ખાતેથી એક ઓટો રિક્ષામાં નાની બાળકીને લઈને બેઠો હતો, જે ગતિવિધિ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
જેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ રિક્ષાવાળાઓને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસ સફળ ન રહી હતી. પરંતુ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનો પોલીસ ઉપર ફોન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં દેખાતો આ શખ્સ બુજેઠા ગામે રહે છે અને આજે સવારથી એક નાની બાળકી તેની સાથે છે. જેને લઈને પોલીસ દ્વારા ચોક્કસ જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી. જેમાં એક નાની ત્રણ વર્ષની દીકરી અને એક શખ્સ મળી આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી
પોલીસે આરોપીની અમૃત વણકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ પકડાયેલ આરોપી દ્વારા બાળકી સાથે કોઈપણ શારીરિક ચેનજાળા કર્યા છે કે નહીં તે દિશામાં તપાસ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં હેવાન અમૃત વણકરને કયા પ્રકારની સજા થાય છે તે જોવાનું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે