સારો કે ખરાબ! આ ચોરને શું કહેવો? ભગવાનની દાન પેટી લૂંટીને બન્યો દાનવીર, આ રીતે કરતો ચોરી

આરોપી પોલીસથી બચવા સાઇકલ પર ચોરી કરવા નીકળતો હતો. આ પ્રકારે અનેક ચોરીઓ કરી છે. તાજેતરમાં નવરંગપુરામાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ નામના દેરાસરમાં દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી. આ ચોરીની CCTV માં આરોપી કેદ થયો હતો.

સારો કે ખરાબ! આ ચોરને શું કહેવો? ભગવાનની દાન પેટી લૂંટીને બન્યો દાનવીર, આ રીતે કરતો ચોરી

ઉદય રંજનઅમદાવાદ: જૈન દેરાસરમાં ચોરી કરીને દાનવીર બનેલા ચોરને પોલીસે ઝડપ્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ચોર સાઇકલ પર ચોરી કરવા નીકળતો હતો. ભગવાનની દાન પેટીમાં ચોરી કરીને ગરીબોને પૈસા વહેંચ્યા અને જુગારમાં રમીને મોજશોખ કર્યા હતા. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોણ છે આ દાનવીર ચોર?

આરોપીએ દેરાસરમાં દાનપેટીમાંથી રોકડની ચોરી કરી
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી દીપક ઉર્ફે ભુર્યા પરમારની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોલીસથી બચવા સાઇકલ પર ચોરી કરવા નીકળતો હતો. આ પ્રકારે અનેક ચોરીઓ કરી છે. તાજેતરમાં નવરંગપુરામાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ નામના દેરાસરમાં દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી. આ ચોરીની CCTV માં આરોપી કેદ થયો હતો. જેમાં આરોપી દેરાસરના મુખ્ય દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખવામાં આવેલી દાન પેટીને તોડી હતી અને દાનના રૂપિયા 80 હજારની ચોરીને અંજામ આપી સાઇકલ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના CCTV ફુટેજના આધારે પોલીસે આરોપી દીપક પરમારની સાઇકલ સાથે ધરપકડ કરી.

ભગવાનની દાન પેટીને લૂંટીને આ ચોર દાનવીર બન્યો
પકડાયેલ આરોપી દીપક ઉર્ફે ભુર્યો પરમારની તપાસમાં સામે આવ્યું કે આરોપી ચોરીની ટેવ ધરાવે છે. દોઢ માસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. અને જુદા જુદા વિસ્તારમાં ચોરી કરવા રેકી કરતો હતો. આ આરોપી ભગવાનના મંદિર ને ટાર્ગેટ કર્યો. પરંતુ ભગવાનની દાન પેટીને લૂંટીને આ ચોર દાનવીર બન્યો હોય તેમ ફૂટપાથ પર સુતેલા શ્રમિકોને ચોરીના પૈસા વહેંચ્યા હતા. જેમાં ચોરીના થોડા પૈસા જુગાર રમવામાં હારી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપી પાસેથી રોકડા 18 હજાર કબજે કર્યા છે. સાથે તપાસ કરતા સામે આવ્યું કે પોલીસથી બચવા આરોપી 4થી 5 કલાક ઉસ્માનપુરા રિવરફ્રન્ટ નજીક છુપાયો હતો અને સવારે સાઇકલ પર ફરાર થઇ ગયો હતો.

નવરંગપુરા પોલીસે દેરાસરમાં ચોરી કેસમાં આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે. આરોપી વિરુદ્ધ 9 જેટલા ચોરીના ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં મોટા પ્રમાણમાં સાઇકલ લઈને ચોરી કરવા જતો હોવાનું ખુલ્યું છે અને આ સાઇકલ પણ ચોરીની હોવાની પોલીસને આશંકા છે. જેથી સાઇકલ ચોરી અને અન્ય ગુનાને લઈને પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news