Breaking : તીસ્તા અને શ્રીકુમારને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

SIT એ તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના રિમાન્ડ પુર્ણ થતાં કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરબી શ્રીકુમાર અને તીસ્તાના વધુ રિમાન્ડ માંગ્યા ન હતા. તીસ્તા સેતલવાડે કોર્ટમાં રજુઆત કરી કે, સાત દિવસમાં માત્ર સાતથી આઠ કલાક મારી પૂછપરછ કરવામાં આવી. તપાસમાં ઘણો સમય બગડ્યો. મારી પાછળ સાતથી આઠ પોલીસ કર્મીને બેસાડી રાખી માનસિક હેરાન કરવામાં આવી.

Breaking : તીસ્તા અને શ્રીકુમારને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

ગૌરવ પટેલ/અમદાવાદ :SIT એ તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના રિમાન્ડ પુર્ણ થતાં કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરબી શ્રીકુમાર અને તીસ્તાના વધુ રિમાન્ડ માંગ્યા ન હતા. તેથી તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.  તીસ્તા સેતલવાડે કોર્ટમાં રજુઆત કરી કે, સાત દિવસમાં માત્ર સાતથી આઠ કલાક મારી પૂછપરછ કરવામાં આવી. તપાસમાં ઘણો સમય બગડ્યો. મારી પાછળ સાતથી આઠ પોલીસ કર્મીને બેસાડી રાખી માનસિક હેરાન કરવામાં આવી.

એસઆઈટીએ તીસ્તા સેતલવાડ અને આરબી શ્રી કુમારને કોર્ટમાં રજુ કર્યા હતા. તેમના રિમાન્ડ પુર્ણ થતાં કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા. આરબી શ્રીકુમારે 164 હેઠળ નિવેદન નોંધાવાની રજુઆત કરી હતી. જોકે, કોર્ટે આરબી શ્રી કુમારની અરજી સ્વીકારી ન હતી. તિસ્તા સેતલવાડે કોર્ટમાં કરી રજુઆત કરી હતી કે, સાત દિવસમાં માત્ર સાતથી આઠ કલાક જ મારી પુછપરછ કરવામાં આવી હતી. તપાસમાં મારો ઘણો સમય બગડ્યો હતો. મારી પાછળ સાતથી આઠ પોલીસ કર્મીને બેસાડી રાખી મને માનસિક હેરાન કરવામાં આવી હતી. સાથે જ તિસ્તાના વકીલે જેલમાં પૂરતી સુરક્ષા માટે કરી અરજી કરી. તીસ્તાની રજુઆતમાં કહેવાયુ કે, જેલમાં દોષિત મહિલા કેદીઓથી તેને અલગ રાખવામાં આવે. રમખાણ કેસમાં સજા ભોગવી રહેલા કેદીઓથી ખતરો હોવાની તીસ્તાના વકીલે આ રજૂઆત કરી. 

— ANI (@ANI) July 2, 2022

આ રજૂઆત પર કોર્ટે કહ્યુ કે, જેલમાં પુરતી સુરક્ષા હોય છે. આ કોઇ સ્પેશિયલ કેદી નથી. તેમની માંગ અનુમાનને આધારિત છે. જો આ રીતે સુરક્ષા આપવામાં આવશે તો બધા આરોપીઓ સુરક્ષા માંગશે. કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો છે. તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ તીસ્તા અને શ્રીકુમારના બે દિવસના રિમાન્ડ મંજૂર કારયા હતા. 

કેસમાં SITની રચના કરાઈ
ગુજરાતને બદનામ કરવાના કેસમાં SITની રચના કરાઈ છે. ATS DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. DCP ક્રાઈમ ચૈતન્ય માંડલીકનો SITમાં સમાવેશ કરાયો છે. ASP બી.સી. સોલંકીનો પણ SIT માં સમાવેશ કરાયો છે. ખોટા દસ્તાવેજોના આધારે ષડયંત્ર મામલે SIT તપાસ કરશે. નોંધનીય છે કે, 2002ના રમખાણોનો મુદ્દો સળગતો રાખવાના આરોપમાં તિસ્તા સેતલવાડ ઉપરાંત પૂર્વ IPS આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે તવાઈ બોલાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news