તિસ્તા સેતલવાડને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મંગાયા, આ કેસમાં SIT ની રચના કરાઈ

Gujarat Riots : ક્રાઈમ બ્રાંચે તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારને કોર્ટ સમક્ષ રજૂ કર્યા, વકીલને મળ્યા બાદ જ કોર્ટમાં જવા તિસ્તાની દલીલ, ક્રાઈમ બ્રાંચ માગશે 14 દિવસના રિમાન્ડ

તિસ્તા સેતલવાડને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મંગાયા, આ કેસમાં SIT ની રચના કરાઈ

ઉદય રંજન/અમદાવાદ :મહારાષ્ટ્રથી લાવ્યા બાદ સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડની ક્રાઈમ બ્રાન્ચે વહેલી સવારે ધરપકડ કરી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તિસ્તા સેતલવાડને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. જેમાં તિસ્તા સેતલવાડ પૂછપરછમાં સહયોગ આપતા ન હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તેમના 14 દિવનસા રિમાન્ડની માંગણી કરી હતી. 

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમાર બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કહ્યુ કે, તિસ્તા સેતલવાડ અને શ્રીકુમાર તપાસમાં સપોર્ટ નથી કરતા. તિસ્તાનો પતિ જાવેદ આનંદ પણ કોર્ટમાં સુનવણી દરમ્યાન હાજર રહ્યા હતા. ‘હું મારા વકીલ સાથે વાત કરીશ, મળીશ પછી જ કોર્ટ સમક્ષ હાજર થઈશ, તે પહેલાં નહિ થઉં’ તેવી તિસ્તાએ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સામે કરી દલીલ કરી હતી. 

મેટ્રો પોલિટન કોર્ટમાં તિસ્તાને રજૂ કરાઈ અને તિસ્તાની રિમાન્ડ અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. તિસ્તાએ કોર્ટમાં રજૂઆત કરી કે ATSએ મારો મોબાઈલ ફોન લેવા જેટલો સમય પણ આપ્યો નથી. ATS મારા ઘરમાં ઘૂસી ગઈ અને અમારા ફોન જપ્ત કરી લીધા તેમજ મારા વકીલ સાથે વાત પણ કરવા દીધા નથી, મને સવારે 6 વાગે અમદાવાદ ક્રાઈમ ઓફિસ લાવ્યા અને તિસ્તાએ જજ સામે DCP ચુડાસમાનું નામ પણ લીધું. તિસ્તાએ એવો પણ આરોપ લગાવ્યો કે મારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. કોઈ પણ પ્રકારના વોરંટ વગર તિસ્તાને ATS લઈ ગઈ અને સત્તાનો દુરૂપયોગ કર્યો તેવો પણ તિસ્તાએ આક્ષેપ કર્યો. તિસ્તાએ કોર્ટમાં કહ્યું કે, મારી અટકાયત અને ધરપકડ ગેરકાયદે છે અને મને જામીન આપવામાં આવે. હું માનવાધિકાર કાર્યકર્તા છું અને આ એક રાજકીય કેસ છે. હું સહકાર આપી રહીઁ છું અને તમામ કાનૂની તપાસ અને પ્રશ્નોમાં સહકાર આપીશ.

કેસમાં SITની રચના કરાઈ
ગુજરાતને બદનામ કરવાના કેસમાં SITની રચના કરાઈ છે. ATS DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. DCP ક્રાઈમ ચૈતન્ય માંડલીકનો SITમાં સમાવેશ કરાયો છે. ASP બી.સી. સોલંકીનો પણ SIT માં સમાવેશ કરાયો છે. ખોટા દસ્તાવેજોના આધારે ષડયંત્ર મામલે SIT તપાસ કરશે. નોંધનીય છે કે, 2002ના રમખાણોનો મુદ્દો સળગતો રાખવાના આરોપમાં તિસ્તા સેતલવાડ ઉપરાંત પૂર્વ IPS આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે તવાઈ બોલાવવામાં આવી છે.

સરકાર તરફથી મિતેશ અમીન વકીલ તરીકે, તિસ્તાના વકીલ તરીકે સોમનાથ વત્સ, હાઇકોર્ટના સીનયર વકીલ અને શ્રીકુમારના વકીલ એસ.એમ.વોરા કોર્ટ રૂમમાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે, તિસ્તા સેતલવાજને આજે સવારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

તિસ્તાની કોર્ટમાં રજૂઆત
તિસ્તાની કોર્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસ મારા ઘરમાં કોઈપણ વોરંટ વગર ઘૂસી ગઈ હતી અને ત્યારબાદ મારો ફોન છીનવી લીધો અને મને ધક્કો માર્યો અને માર માર્યો તેઓએ લગાવેલા આ ઘાને જુઓ. તેમણે કોર્ટમાં જણાવ્યું કે, મને હેરાનગતિ આપવા માટે એટીએસ દ્વારા મુંબઈથી ગુજરાત કારમાં લાવવામાં આવ્યા છે, મને ડરાવવા માટે, માનવાધિકાર વકીલોને ડરાવવા બરાબર છે? તેઓ ત્રણ વાગ્યે મારા ઘરે આવ્યા હતા અને મારા વકીલે મને એફઆઈઆર બતાવી ત્યારે મને સમગ્ર ઘટના વિશે જાણ થઈ હતી. શું એફઆઈઆરના આધારે ધરપકડ કાયદેસર છે?  મને નોટિસ કેમ આપવામાં આવી ન હતી? મને બપોરે 3 વાગ્યાથી સવારે 10.30 વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવી હતી. આ સત્તાનો દુરુપયોગ છે. મને મારા જીવનો ડર છે. મારી સાથે છેડછાડ કરવામાં આવી છે, દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. જે બનાવટી કેસ છે તેના માટે એટીએસને શા માટે મોકલવી જોઈએ?  શું આ નવો ધોરણ છે? મારી અટકાયત અને ધરપકડ ગેરકાયદે છે.

તિસ્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, મને જામીન આપવામાં આવે.  હું માનવાધિકાર કાર્યકર્તા છું. આ એક રાજકીય કેસ છે. હું સહકાર આપી રહી છું અને તમામ કાનૂની તપાસ અને પ્રશ્નોમાં સહકાર આપીશ. 

બીજી બાજુ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને તેમાં ટાંકવામાં આવેલા અવલોકન પર કોર્ટમાં દલીલો કરવામાં આવી છે. આરોપીઓના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં એક વખત તપાસ  થઇ ગઈ છે, તો બીજી વાર ન થઈ શકે. તે અંગે નામદાર કોર્ટના જજમેન્ટ છે જે રજૂ કરવામાં આવ્યા છે. નોટિસ આપ્યા વગર ધરપકડ કરવામાં આવી તે વ્યાજબી નથી,  પહેલા નોટિસ આપવી જોઈએ અને ત્યારબાદ ધરપકડ કરી શકાય. તીસ્તાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ ગુનેગાર નથી કે ભાગી પણ નહોતા જવાના કે નોટિસ આપ્યા વગર ધરપકડ કરવામાં આવી. તીસ્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, હું સહકાર નથી આપતી તે વાત ખોટી છે. હું હંમેશા સવાલોના જવાબ આપવા હાજર રહુ છું. 

ફોજદારીની કલમો પર દલીલો શરૂ
- 2011માં જે એસઆઇટીની તપાસ થઈ હતી, તેમ 2022માં તીસ્તાની જરૂર નથી. મારી કસ્ટડીયલ ઇન્વેસ્ટિગેશનની જરૂર નથી. 
- સરકારી વકીલ મિતેશ અમીને દલીલો કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું અને અમે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો ત્યારેબાદ ફરિયાદની કાર્યવાહી કરી છે. 
- અમે ફરિયાદમાં જરા પણ ડીલે નથી કર્યું. જજમેન્ટ પછી તરત જ ફરિયાદ નોંધી છે. માટે તપાસ પણ તરત જ થવી જોઈએ. તેની કસ્ટડીયલ તપાસ એટલા માટે જરૂરી છે કે તેમણે જે ખોટા સોગંદ નામ રજૂ કર્યા છે તે પણ સુપ્રીમકોર્ટમાં કર્યા છે.
- સરકારી વકીલે રજુઆત કરી હતી કે તીસતા એ જે સોંગદનામાં રજૂ કર્યા છે, જેમાં તેમને રેપ અને લૂંટ થયાની રજુઆત કરી હતી, તે કોના કહેવાથી કરી હતી, તેના માટે કસ્ટડીયલ તપાસની જરૂર છે
- તીસ્તાએ કોર્ટમાં જણાવ્યું કે, જ્યારે મારી ધરપકડ કરી ત્યારે મારી પાસે એક પર્સ હતું તે મારી પાસેથી લઈ લેવામાં આવ્યું. જેમાં મારા પૈસા-ડોક્યુમેન્ટ અને મારું અસ્થમાનો પમ્પ છે, તે મને પરત આપવા પોલીસને જણાવ્યું હતું.
- રિમાન્ડ અરજી પર સુનાવણી પૂર્ણ, ટુંક સમયમાં કોર્ટ ચુકાદો આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news