અમદાવાદમાં ટેક્ષીમાં આવેલા ચાર શખ્સોએ યુવકને બેભાન કરીને લૂંટી લીધો
શહેરના ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં ટેક્ક્ષીમાં આવેલા ચાર લોકોએ એક યુવકને બેભા કરીને લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. આ શખ્સોએ પેરેન્જરને રૂમાલ સુંઘાડીને બેભાન કરી દીધો હતો.
Trending Photos
અમદાવાદ : શહેરના ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં ટેક્ક્ષીમાં આવેલા ચાર લોકોએ એક યુવકને બેભા કરીને લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. આ શખ્સોએ પેરેન્જરને રૂમાલ સુંઘાડીને બેભાન કરી દીધો હતો. તેની પાસે રહેલા 75 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. આ મુદ્દે પોલીસે યુવકની ફરિયાદ દાખલ કરીને સીસીટીવીનાં આધારે તપાસ ચાલુ કરી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા પણ આવા કિસ્સાઓ વારંવાર આ વિસ્તારમાં બહાર આવતા રહ્યા છે. પોલીસ દ્વારા ઇન્દિરા બ્રિજ બસ સ્ટેન્ડ સહિતનાં વિસ્તારમાં આ અંગે સુચનાઓ પણ લગાવવામાં આવી છે. જો કે ઉત્તર ગુજરાત અને ગાંધીનગર જવા માટેનું જંક્શન હોવા ઉપરાંત એરપોર્ટ નજીક હોવાનાં કારણે અહીં ટ્રાફીક પણ ખુબ રહે છે. જેનો આવી ટોળકીઓ ભરપુર ફાયદો ઉઠાવે છે.
માણસા તાલુકાના મંડાલી ગામ ખાતે રહેતા ભરતસિંહ દાજીજી લકુમે તેમના મિત્ર અશોકસિંહ પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તે પૈસા પૈકી 75 હજારની સવગડ થતા પૈસા લઇ અમદાવાદ આવ્યા હતા. તેઓ ઇકો ગાડીમાં સિવિલ હોસ્પિટલ જઇ રહ્યા હતા. ત્યારે ઇન્દિરા બ્રિજ સર્કલથી ઇકો કાર ચાલકે ગાડી અવાવરૂ જગ્યાએ લીધી હતી ગાડી બંધ કરી દીધી હતી. ત્યાર બાદ પંચર હોવાનું જણાવી અન્ય પેસેન્જરને ઉતરવા કહ્યું હતું. જ્યારે બે પેસેન્જર ભરતસિંહને પકડી રાખ્યો હતો. તેના ચહેરા પર લાલ કલરનો રૂમાલ નાખ્યો હતો. રૂમાલ સુંઘતા જ ભરતસિંહ બેભાઇ થઇ ગયો હતો.
ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીની બસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, બિહાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા
ત્યાર બાદ તેમના 75 લૂંટી લઇ ઇકો કાર ચાલક અને સાગરીતો પલાયન થઇ ગયા હતા. જ્યારે ભરતસિંહ ભાનમાં આવ્યા ત્યારે ગાંધીનગર પહોંચી ગયા હતા. ત્યાં કેવી રીતે પહોંચ્યા તેની તેમને ખબર ન હતી. ત્યાર બાદ આ મુદ્દે પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ આદીર હતી. પોલીસે હાલ સીસીટીવી કબ્જે લઇને ગાડી પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે