તાંત્રીકે કહ્યું હું વિધિ કરીને પથારીવશ પતિને સાજો કરીશ અને પુત્રોને વિદેશ મોકલીશ

વિદેશ જવાના મોહમાં ગાંધીનગરના ડિંગુચા ગામનો પરિવાર કેનેડા બોર્ડર પર બરફની ચાદર ઓઢીને કાયમી માટે પોઢી ગયાની ઘટનાની શાહી નથી સુકાઇ ત્યાં વધારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ જવાના મોહ મુદ્દે હાલ મહેસાણા જિલ્લો પ્રકાશમાં છે. બે દિવસ અગાઉ જ કલોલમાં વિઝા એજન્ટ દ્વારા પૈસાની ઉઘરાણીમાં ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે આવો જ એક વધુ કિસ્સો ગાંધીનગરના રાદેસણમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં તાંત્રિકવિધિ કરીને પુત્રોને વિદેશ મોકલવાના નામે એજન્ટ, તાંત્રિક સહિત અનેક લોકોને સોની પરિવારને 24.50 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું હતું. 
તાંત્રીકે કહ્યું હું વિધિ કરીને પથારીવશ પતિને સાજો કરીશ અને પુત્રોને વિદેશ મોકલીશ

ગાંધીનગર : વિદેશ જવાના મોહમાં ગાંધીનગરના ડિંગુચા ગામનો પરિવાર કેનેડા બોર્ડર પર બરફની ચાદર ઓઢીને કાયમી માટે પોઢી ગયાની ઘટનાની શાહી નથી સુકાઇ ત્યાં વધારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ જવાના મોહ મુદ્દે હાલ મહેસાણા જિલ્લો પ્રકાશમાં છે. બે દિવસ અગાઉ જ કલોલમાં વિઝા એજન્ટ દ્વારા પૈસાની ઉઘરાણીમાં ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે આવો જ એક વધુ કિસ્સો ગાંધીનગરના રાદેસણમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં તાંત્રિકવિધિ કરીને પુત્રોને વિદેશ મોકલવાના નામે એજન્ટ, તાંત્રિક સહિત અનેક લોકોને સોની પરિવારને 24.50 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું હતું. 

ગાંધીનગરના રાંદેસણમાં રહેતી પત્નીએ પથારીવશ પતિ સ્વસ્થ થઈ જાય એ માટે તાંત્રિકને ઘરે બોલાવી વિધિ કરાવી હતી. વડોદરાનાં તાંત્રિકે વિઝા એજન્ટ તરીકે કામ કરતો હોવાનું કહીને સોની પરિવારનાં બે બાળકોને કેનેડા મોકલવાની આપવાના બહાને 24.50 લાખનું ફુલેકું ફેરવી નાખ્યું હતું. હવે આ તાંત્રિક-કમ-વિઝા એજન્ટ પણ મૃત્યુ પામ્યો હોવાથી તેની પત્ની અને પુત્ર વિરુદ્ધ ગાંધીનગરની પરિણીતાએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

ગાંધીનગરના રાંદેસણમાં વેદિકા હેપ્પી વેલીમાં રહેતાં ઉષાબેન સોનીના પતિ શૈલેષભાઈ વર્ષ 2011માં રોડ એક્સિડેન્ટ થવાથી પથારીવશ થઇ ગયા હતા. ત્યારે દંપતી અવારનવાર સેકટર-8માં આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા જતાં હતાં. ત્યારે તેમનો ભેટો કાંતિ છીતુભાઈ પરમાર (રહે. ક્રિશ્ના પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા) સાથે થયો હતો. જેણે શૈલેષભાઈ દવાથી આરામ ન થતો હોય તો દુવાથી અને તાંત્રિક વિધિ કરાવાથી સાજા કરી દેવાની વાત ઉષાબેનને કરી હતી.

પતિ જલદી સાજા થયા એ માટે ઉષાબેને કાંતિ પરમાર જોડે પોતાના ઘરે તાંત્રિક વિધિ કરાવી હતી. આમ, સોની પરિવાર સાથે કાંતિએ વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. એક દિવસ કાંતિએ કહેલું કે તમારાં બાળકોને વિદેશ મોકલવા હોય તો મને કહેજો કે હું વિઝા એજન્ટનું પણ કામ કરું છું. એ પેટે 27 લાખ ખર્ચની પણ વાત કરી હતી અને તેની પત્ની શેલવી અને પુત્ર જિગર સાથે પણ મુલાકાત કરાવી હતી. પછી ધીરે ધીરે પૈસા ખંખેરવાનું શરૂ કર્યું હતું. જો કે દરમિયાન ડિસેમ્બર 2021 માં હાર્ટ એટેકના કારણે મોત થતા પૈસા લટક્યાં હતા. આખરે પૈસા પર આવશે તેવું નહી લાગતા ફરિયાદ દાખલ કરાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news