શિક્ષકો અને અધ્યાપકોની વેકેશનની મજા બગડી, રજા ટાણે સરકારે સોંપી દીધી આ મોટી જવાબદારી

આ પરીક્ષા માટે ૧૮ લાખ ઉમેદવારોમાંથી ૮ લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપવા માટે સંમંતિ આપી હતી. અને હાલ મંડળ દ્વારા પરીક્ષાની ઓનલાઈન હૉલ ટીકિટ પણ ઈસ્યુ કરી દેવાઈ છે.જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે.

શિક્ષકો અને અધ્યાપકોની વેકેશનની મજા બગડી, રજા ટાણે સરકારે સોંપી દીધી આ મોટી જવાબદારી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા તલાટીની પરીક્ષા લેવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આટલા મોટા વ્યાપથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તેના મોનિટરિંગ માટે મોટા સ્ટાફની જરૂર પડે તે સ્વભાવિક છે. જેથી આ વખતે શિક્ષકો અને પ્રાધ્યાપકોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવશે. મોટી સંખ્યામાં સ્ટાફની જરૂર હોવાથી તલાટી પરીક્ષા માટે સ્કૂલ શિક્ષકો અને કોલેજોના અધ્યાપકોને પણ કામગીરી સોંપવાનું સરકારનું આયોજન છે. સરકારે તલાટીની પરીક્ષામાં જવાબદારી સોંપતા શિક્ષકોના સમુહોમાં અત્યારે એક જ ગણગણાટ છેકે, આ વખતે વેકેશનની મજા બગડી. 

કમિશનર કચેરી અને ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા તમામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તાલટી કમમંત્રીની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને કલેકટર અને ડીડીઓ કચેરી લેખિત પરીક્ષા આગામી ૭મી મેના રોજ લેવાનાર છે ત્યારે આ હેઠળ ફાળવી છે.હવે કલેકટર કચેરી દ્વારા આ પરીક્ષા માટે પરીક્ષા માટે સુપરવાઈઝર, કેન્દ્ર નિયામક સહિતની વિવિધ કોલેજોમાંથી જરૂરી સ્ટાફ નક્કી કરાશે. કોલેજો ઉપરાંત સ્કૂલોના કામગીરી માટે સ્ટાફની જરૂરીયાતને પગલે ઉચ્ચ શિક્ષણ શિક્ષકોને પણ કામગીરી સોંપવામા આવી છે.

ક્યારે લેવાશે પરીક્ષા?
ઉચ્ચ શિક્ષણ કમિશનરે તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને પરીક્ષા માટે સંબંધિત કલેકટર હેઠળ ફાળવી ગ્રામપંચાયત સેક્રેટરી એટલે કે તલાટી મંત્રીની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરના કેન્દ્રોમાં આગામી ૭મી મેના રોજ લેવામાં આવનાર છે .૭મીએ પોરે ૧૨:૩૦ થી ૧:૩૦ દરમિયાન આ પરીલા લેવાનાર છે.

કેટલાં ઉમેદવારો પરીક્ષા આપશે?
આ પરીક્ષા માટે ૧૮ લાખ ઉમેદવારોમાંથી ૮ લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપવા માટે સંમંતિ આપી હતી. અને હાલ મંડળ દ્વારા પરીક્ષાની ઓનલાઈન હૉલ ટીકિટ પણ ઈસ્યુ કરી દેવાઈ છે.જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા માટે ઉમેદવારોના મોટા સંખ્યા સાથે કેન્દ્રોની પણ મોટી સંખ્યા હોવાથી સ્ટાફની જરૂરીયાત પણ મોટા પ્રમાણમાં ઉભી થઈ છે. જેથી ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કચેરીઓ દ્વારા પોતાના તાબા હેઠળની સરકારી વોકેશનલ અને ટેકનિકલ કોલેજોને પરીક્ષા માટે કલેકટર હેઠળ ફાળવી છે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર ક્ચેરી દ્વારા તમામ સરકારી યુનિ.ઓ અને તમામ સરકારી કોલેજોના આચાર્યો તથા ગ્રાન્ટેડ કોલેજોના આચાર્યોને પરિપત્ર કરીને જણાવવામાં આવ્યુ છે કે પરીક્ષા સંચાલન માટે વિશાળ પ્રમાણમાં કેન્દ્ર નિયામક, ઈન્વીજીલેટર, સુ૫૨વાઈઝર અને અન્ય કર્મચારી સહિતના સ્ટાફની જરૂરીયાત હોવાથી પરીક્ષાના આગળના દિવસ તથા પરીક્ષાના દિવસ એમ બે દિવસ માટે તમામ કોલેજ સંબંધિત કલેક્ટર તથા ડીડીઓના હવાલે ફાળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.કોલેજોના અધ્યાપકો- કર્મચારીઓ ઉપરાંત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમકિ સ્કૂલોના શિક્ષકોને પણ જુદી જુદી કામગીરી પરીક્ષા માટે સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, શાળા-કોલેજોમાં વેકેશન શરૂ થઈ ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news